Ahmedabad Plane Crash : માધાપરના બ્રિટિશ સિટીઝનશીપ ધરાવતા હિરાણી રમેશ હિરજીનું કરુણ મૃત્યુ નીપજ્યું
- 12મી જૂને અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં માધાપરના યુવકનો ભોગ લેવાયો
- મૃતક યુવક Hirani Ramesh Hirji બ્રિટીશ સિટીઝનશીપ ધરાવતો હતો
- સમાચાર મળતા જ પરિવારજનો લંડનથી અમદાવાદ દોડી આવ્યા
- કચ્છના માધાપરમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે
Ahmedabad Plane Crash : 12મી જૂને અમદાવાદમાં થયેલ કરુણાંતિકામાં વિમાનમાં સવાર 241 સહિત કુલ 265 લોકોનો ભોગ લેવાયો હતો. આ વિમાન દુર્ઘટનામાં કચ્છના માધાપર ગામના હિરાણી રમેશ હિરજી (Hirani Ramesh Hirji) નું પણ મૃત્યુ થયું હતું. હિરાણી રમેશ બ્રિટિશ સિટીઝનશીપ (British citizenship) ધરાવતા હતા. તેઓ પોતાના અંગત કામે માધાપર આવ્યા હતા. તેમના દુઃખદ નિધનથી માધાપરમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે.
મૃતક બ્રિટિશ સિટીઝનશીપ ધરાવતા હતા
અમદાવાદમાં ગોઝારા ગુરુવારે ગમખ્વાર વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં વિમાનમાં સવાર 241 લોકો સહિત કુલ 265 લોકોએ જીવ ખોયો હતો. આ મૃતકોમાં કચ્છના માધાપરના હિરાણી રમેશ હિરજી (Hirani Ramesh Hirji) નું પણ દુઃખદ નિધન થયું હતું. માધાપરના Hirani Ramesh Hirji બ્રિટિશ નાગરિકતા ધરાવતા હતા. તેમના અકાળે નિધનથી સમગ્ર માધાપરમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે. હિરાણી રમેશ તેમના અંગત કામે લંડનથી માધાપર આવ્યા હતા.
વિમાન દુર્ઘટનામાં ભુજના માધાપર ગામના યુવાનનું મોત
યુવાનના મોતને પગલે માધાપર ગામમાં શોક છવાયો
હિરાણી રમેશ હિરજી મૂળ બ્રિટિશ સીટીઝન ધરાવે છે
યુવાન પોતાના કામ અર્થે માધાપર આવ્યો હતો
દુર્ઘટનાને લઈ પરિવારજનો લંડનથી અમદાવાદ પહોંચ્યા#gujarat #kutch #MadhaparTragedy… pic.twitter.com/1D5g0aPXxh— Gujarat First (@GujaratFirst) June 13, 2025
આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : 16મી જૂને પતિના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા લંડન જઈ રહી હતી હરપ્રીત કોર
પરિવારજનો લંડનથી અમદાવાદ પહોંચ્યા
12મી જૂને એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી A-171 ફ્લાઈટ ટેકઓફ બાદ ગણતરીની સેકન્ડોમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ફ્લાઈટમાં સવાર 242 મુસાફરોમાંથી 241ના ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયા હતા. આ મૃતક મુસાફરોમાં કચ્છના માધાપરના હિરાણી રમેશ હિરજીનો પણ સમાવેશ થાય છે. હિરાણી રમેશ બ્રિટિશ સિટીઝનશીપ ધરાવતા હતા. હિરાણી રમેશના પરિવારજનો લંડનમાં સ્થાયી થયેલા છે. હિરાણી રમેશના મૃત્યુના સમાચાર મળતાં જ તેમના પરિવારજનો લંડનથી અમદાવાદ આવી પહોંચ્યા છે. Gujarat First ની ટીમ માધાપર પહોંચી હતી. અહીં માધાપરમાં હિરાણી રમેશના અકાળે અવસાનથી શોકની કાલીમા પથરાઈ ગઈ છે. માધાપરના લેઉવા પટેલ સમાજના આગેવાન જયંત માધાપરિયા (Jayant Madhapariya) એ કચ્છના માધાપરના હિરાણી રમેશ હિરજીના કરુણ મૃત્યુ પર શોક વ્યકત કર્યો છે.