ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Plan Crash: વિમાન દુર્ઘટના બાદ નર્સ વિશે કેરળના સરકારી અધિકારીની અપમાનજનક ટિપ્પણી

કોઈના મોત પર અપમાનજનક ટિપ્પણી કરવી કેટલી યોગ્ય?
01:49 PM Jun 14, 2025 IST | Kanu Jani
કોઈના મોત પર અપમાનજનક ટિપ્પણી કરવી કેટલી યોગ્ય?

Ahmedabad Plan Crash : અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયાં હતા. આ દરમિયાન અનેક લોકોએ દુઃખ વ્યક્ત કર્યું હતું. પરંતુ આ દરમિયાન ફેસબુક પર રાજ્યની એક નર્સ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કેરળ સરકારના એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં નર્સનું મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે કાસરગોડ જિલ્લાના વેલ્લારીકુંડુ તાલુકા કાર્યાલયમાં ડેપ્યુટી તહસીલદારની જવાબદારી સંભાળતા જુનિયર સુપરિન્ટેન્ડેન્ટ એ. પવિત્રનને નાયર સમુદાયની રંજીતા વિરુદ્ધ જાતીય સતામણી અને જાતિ સંબંધિત ટિપ્પણી કરવાના આરોપસર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે

પાવિ આનંદાશ્રમ નામના એકાઉન્ટથી કરી હતા ટિપ્પણી

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એ. પવિત્રને ફેસબુક પર ‘પાવિ આનંદાશ્રમ’ નામના એકાઉન્ટ પરથી લખ્યું, ‘પાયલોટ એક ઓટોરિક્ષા ડ્રાઈવરની જેમ કામ કરતો હતો. તેણે એવી જગ્યાએ વિમાન ક્રેશ કર્યું જ્યાં ઘણા ડૉકટરો રહેતા હતા. કેરળની એક મહિલાનું પણ ત્યાં મૃત્યુ થયું. તેને કેરળમાં નોકરી મળી હતી. પરંતુ તેણીએ નોકરીમાંથી રજા લીધી અને વિદેશ ગઈ. આ કારણે, બીજા કોઈને તે પદ માટે તક મળી નહીં. મને કંઈ દુ:ખ લાગતું નથી. બધા પ્રત્યે સંવેદના’.

પોલીસે આ મામલે વધારે કહ્યું કે, પોસ્ટ કર્યાના બાદ થોડા જ કલાકમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપી પવિત્રન સામે મહિલાનું અપમાન કરવાનો ઈરાદો, જાતિના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું જેવા ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે અન્ય કલમો હેઠળ પણ પોલીસ દ્વારા ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.

કોઈના મોત પર અપમાનજનક ટિપ્પણી કરવી કેટલી યોગ્ય?

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયાં હતા, આમાં રંજીતાનું પણ મૃત્યુ થયું હતું. રંજીતા બે બાળકોની માતા હતી અને બ્રિટનમાં નર્સ તરીકે કામ કરતી હતી. વિદેશમાં થોડો સમય વિતાવ્યા પછી, તે સરકારી સેવાઓમાં જોડાવા અને નોકરી સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની યોજના બનાવવા માટે ફરી એકવાર કેરળ આવી હતી. પરંતુ પવિત્રને તેની પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેથી આરોપી અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

રંજીતા ગોપાકુમાર બ્રિટનમાં નર્સ 

ગુરુવારે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મલયાલી નર્સના મૃત્યુના સમાચાર સાંભળીને પુલ્લાડની શ્રી વિવેકાનંદ હાઇસ્કૂલના જૂના બેચના મિત્રોએ ગભરાટમાં ફોન કર્યો. તે તેમની મિત્ર રંજીતા ગોપાકુમાર હતી. જોકે તેમાંથી ઘણા લોકો શાળાના દિવસોથી જ સંપર્ક ગુમાવી ચૂક્યા હતા, પરંતુ તેમાંથી ઘણા લોકો માટે રંજીતાનો ખુશ ચહેરો ભૂલી જવો મુશ્કેલ હતો. તેનો ફોટો સામે આવતાની સાથે જ તેઓ આઘાતમાં સરી ગયામ હતાં. 

રંજીતા ગોપાકુમારથુરુથિકડમાં બીએસસી બોટનીનો અભ્યાસ કરી રહ્યા હતા. " અભ્યાસમાં તે ખૂબ જ તેજસ્વી હતી. તેણીએ બીજા વર્ષમાં ગ્રેજ્યુએશન છોડી દીધું અને બીએસસી નર્સિંગમાં પ્રવેશ મેળવ્યો.

"મારા જૂના બેચના સાથીઓમાંના એકે મને અકસ્માત વિશે કહ્યું. તેણે મને સમાચાર જોવા કહ્યું અને જ્યારે તેનું નામ સ્ક્રીન પર આવ્યું, ત્યારે તે ખૂબ જ હૃદયદ્રાવક હતું," દેવી જે હવે અલાપ્પુઝામાં રહે છે, તેણે કહ્યું.

રંજીતા પાસે હંમેશા તેના જીવન માટે યોજનાઓ હતી. પંડાલમથી નર્સિંગનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી તરત જ, તેણીએ ઓમાનના સલાલાહની એક હોસ્પિટલમાં નોકરી મેળવતા પહેલા ઘણી હોસ્પિટલોમાં કામ કર્યું. પછી તેણીએ પીએસસી પરીક્ષા પાસ કરી અને કોઝેનચેરી, સરકારી હોસ્પિટલમાં પોસ્ટ થઈ. 'મારે પણ એક ઘર હોય' એ તેનું સ્વપ્ન હતું, તેથી તે ફરીથી વિદેશ ગઈ અને યુકેમાં નોકરી મેળવવામાં સફળ રહી. તે આરોગ્ય વિભાગ સાથે કેટલીક સત્તાવાર કાર્યવાહી પૂર્ણ કરવા માટે 5 દિવસની રજા પર ઘરે આવી હતી," પાડોશી અનિલકુમારે જણાવ્યું.

રંજીતા પુલ્લાડમાં બની રહેલા પોતાના નવા ઘર માટે ઉત્સાહિત હતી. તે થોડા વધુ વર્ષો સુધી યુકેમાં કામ કરવાની અને પછી તેના બે બાળકો - ઇન્દુચૂદન અને ઇથિકા - પાસે પાછા ફરવાની યોજના બનાવી રહી હતી. બાળકો તેની માતા તુલસી સાથે રહે છે. તેના બે ભાઈઓ - રંજીથ અને રતીશ શુક્રવારે અમદાવાદ જવા રવાના થશે. "પરિવારને કહેવામાં આવ્યું છે કે મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ જરૂરી છે. તે પરિવાર માટે ખૂબ જ પીડાદાયક છે," વોર્ડ સભ્ય ઉન્નીકૃષ્ણને જણાવ્યું.

Tags :
Ahmedabad plan crash
Next Article