Ahmedabad Plane Crash : પૂર્વ CM વિજય રૂપાણીના નિધનની તારીખને લઈ દુઃખદ સંયોગ! જુઓ છેલ્લી તસવીર-Video
- અમદાવાદમાં એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન
- પૂર્વ CM ના નિધનની તારીખને લઈને દુઃખદ સંયોગ આવ્યો સામે
- પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો લકી નંબર 1206 છે
- વિજય રૂપાણીનાં તમામ વાહનોની નંબર પ્લેટમાં 1206 નંબર જ છે.
- DNA સેમ્પલનાં આધારે જ વિજય રૂપાણીનાં મૃતદેહની ઓળખ થશે
- પત્ની અને પુત્ર ભારતમાં ન હોવાથી વિજય રૂપાણીના બહેને DNA સેમ્પલ આપ્યું
Ahmedabad Plane Crash : અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું (Vijay Rupani) દુ:ખદ અવસાન થયું છે. પૂર્વ CM નાં નિધનની તારીખને લઈને દુઃખદ સંયોગ સામે આવ્યો છે. માહિતી અનુસાર, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો લકી નંબર 1206 છે. વિજય રૂપાણીનાં તમામ વાહનોની નંબર પ્લેટમાં 1206 નંબર જ છે.
Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન @vijayrupanibjp #planecrash #planecrash2025 #vijayrupani #Ahmedabad #PlaneCrash #AhmedabadPlaneCrash #BreakingNews #AirportEmergency #FireDepartment #AviationAlert #AirIndia… pic.twitter.com/bROI3Ag8di
— Gujarat First (@GujaratFirst) June 12, 2025
પૂર્વ CM ના નિધનની તારીખને લઈને દુઃખદ સંયોગ આવ્યો સામે
અમદાવાદમાં આજે એર ઇન્ડિયાનું જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું (Ahmedabad Plane Crash ) જેમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા. પૂર્વ સીએમ વિજય રૂપાણીનાં આકસ્મિક અવસાનથી સમગ્ર રાજ્યનો શોકમાં ગરકાવ થયો છે. દરમિયાન, પૂર્વ CM વિજય રૂપાણીના નિધનની તારીખને લઈને દુઃખદ સંયોગ સામે આવ્યો છે. માહિતી અનુસાર, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો લકી નંબર (Vijay Rupani lucky Number) 1206 છે. જણાવી દઈએ કે, તેમનાં તમામ વાહનોની નંબર પ્લેટમાં 1206 નંબર જ છે. જ્યારે, આજે પ્લેન ક્રેશની દુઃખદ ઘટનામાં તેમનું મૃત્યુ થયું ત્યારે તારીખ પણ 12-06-25 છે.
-અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને મહત્વના સમાચાર
-કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ દુર્ઘટના સ્થળની લીધી મુલાકાત
-કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ પહોંચ્યા સ્થળ પર
-રામમોહન નાયડુએ દુર્ઘટનાને લઈને મેળવી જાણકારી
-પૂર્વ CM વિજય રૂપાણીના નિધનના સમાચારને પુષ્ટિ
-કેન્દ્રીય જળશક્તિ… pic.twitter.com/anr8G8NuAn— Gujarat First (@GujaratFirst) June 12, 2025
એરપોર્ટ પરનો છેલ્લો વીડિયો, તસવીર આવી સામે
માહિતી અનુસાર, પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનાં ઘરે પાર્ક વાહનોનાં નંબર 1206 હોવાનું જણાયું છે. જ્યારે ઘરની બહાર પાર્ક વાહનોની નંબર પ્લેટમાં પણ 1206 લખેલું છે. ઘટના પહેલા વિજયભાઈ રૂપાણીનો એરપોર્ટ પરનો છેલ્લો વીડિયો પણ સામે આવ્યો છે. સાથે જ પ્લેનમાં બેસી ગયા પછીની એક તસવીર પણ વાઇરલ થઈ છે.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું, સિવિલ જવા રવાના થયા
જે પ્લેન ક્રેશ થયું તે પ્લેનમાં બેઠેલા વિજય રૂપાણીનો ફોટો @vijayrupanibjp #planecrash #planecrash2025 #vijayrupani #Ahmedabad #PlaneCrash #AhmedabadPlaneCrash #BreakingNews #AirportEmergency #FireDepartment #AviationAlert #AirIndia #AhmedabadAirPort #EmergencyResponse… pic.twitter.com/w6QBAgfo6z
— Gujarat First (@GujaratFirst) June 12, 2025
પૂર્વ સીએમની બહેને DNA સેમ્પલ આપ્યું
પ્રાપ્ત માહિતી મુજબ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં (Vijay Rupani) મૃતદેહની અત્યાર સુધી ઓળખ થઈ શકી નથી. DNA સેમ્પલનાં આધારે જ વિજય રૂપાણીનાં મૃતદેહની ઓળખ થશે. વિજય રૂપાણીનાં બહેને DNA સેમ્પલ આપ્યું, જેના આધારે તેમના મૃતદેહની ઓળખ થશે. પરિવારનું કોઈ હાલ ગુજરાતમાં ન હોવાથી એમના બહેને DNA સેમ્પલ આપ્યું છે. તેમના પત્ની અંજલિબેન રૂપાણી હાલ લંડનમાં છે અને પુત્ર ઋષભ અમેરિકા છે. અંજલિબેન રૂપાણી આવતીકાલે જ્યારે પુત્ર ઋષભ 14 મી રાત્રે ગુજરાત પહોંચશે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ સીએમ વિજય રૂપાણીની ઓળખ ગુજરાતની રાજનીતિમાં સમર્પિત, નિષ્ઠાવાન અને પ્રજાપ્રિય નેતા તરીકે થાય છે. તેઓ ખૂબ જ સરળ સ્વભાવનાં હતા. ગુજરાતની રાજનીતિમાં તેમની ખોટ સદાય વર્તાશે.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : વિમાન દુર્ઘટનામાં મૃતકોનાં પરિવારને ટાટા ગ્રૂપ આપશે વળતર, જાણો શું કરી જાહેરાત ?


