Ahmedabad Plane Crash: એર ઈન્ડિયાનું પ્લેન કેમ થયુ ક્રેશ, સામે આવ્યું કારણ
- વિમાન દુર્ઘટના અંગે એર ઈન્ડિયાનું પ્રથમ નિવેદન
- અમદાવાદથી લંડનના ગેટવિક માટે ઉડાન ભરી હતી
- ઘટના અંગે જાણકારી મેળવી રહ્યાં છીએઃ એર ઈન્ડિયા
- એર ઈન્ડિયાના પ્રવક્તાની પ્રથમ પ્રતિક્રિયા આવી
Ahmedabad Plane Crash: અમદાવાદમાં એક મોટી દૂર્ઘટના બનવા પામી છે. એરપોર્ટથી ટેક ઓફ દરમિયાન પ્લેન ક્રેશ (PlaneCrash)થઈ ગયું છે. શરૂઆતની તપાસમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે તેનો પાછળનો હિસ્સો એટલે કે પ્લેનનો ટેલ (AirportEmergency )અથડાવવાથી આ ઘટના બની છે.
આ કારણે થયુ પ્લેન ક્રેશ
મળતી માહિતી પ્રમાણે વિમાનના એન્જીનમાં અચાનક ખરાબી આવી ગઈ હતી. જેના કારણે આ દુર્ઘટના બની, પ્લેનમાં 238 લોકો હાજર હતા. એર ઈન્ડિયાનું આ પ્લેન અમદાવાદથી ટેક ઓફ કર્યા પછી લંડન જઈ રહ્યું હતું. દુર્ઘટના સ્થળ પર ધુમાડો જોઈ શકાય છે. ઘટના બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહ મંત્રી અને અમદાવાદ પોલીસ કમિશનરે ફોન પર વાત કરીને સ્થિતિ અંગે માહિતી મેળવી છે. અમિત શાહે દરેક પ્રકારની મદદનો ભરોસો આપ્યો છે.
અમદાવાદમાં પ્લેન ક્રેશ
એરઈન્ડિયાનું પેસેન્જર પ્લેન
એરપોર્ટ અનિશ્ચિત સમય સુધી બંધ
અને તમામ ફ્લાઈટો રદ્દ કરવામાં આવી છે@ahmairport @airindia @vishvek11 #Ahmedabad #PlaneCrash #AhmedabadPlaneCrash #BreakingNews #AirportEmergency #FireDepartment #AviationAlert #AirIndia… pic.twitter.com/yg59rJi2Sw— Gujarat First (@GujaratFirst) June 12, 2025
બચાવ કામગીરી શરુ
અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લેનના ક્રેશ થવાથી મોટા પ્રમાણમાં નુકસાન થવાની આશંકા છે. દુર્ઘટના સ્થળ પર ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે. પ્લેન ક્રેશની સુચના મળવાની સાથે જ ઘટના સ્થળ પર ઈમરજન્સી સર્વિસની ટીમ પહોંચી ગઈ છે અને ઘાયલ પેસેન્જર્સને અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરી શરૂ કરાઈ છે. ચારે તરફ અફરા તફરીનો માહોલ છે.