અમદાવાદ પોલીસે ભરોસો ગુમાવ્યો? પોલીસ બાતમીદારની હત્યા બાદ ઉઠ્યા અનેક સવાલ
- દારૂની જેમ પોલીસનો અઠવાડીયે 2 હત્યાનો પરવાનો?
- જવાબદારી સ્વિકારવાના બદલે કમિશ્નરે મીડિયાને ભાંડ્યું
- મીડિયા હત્યાનો હાઇપ ક્રિએટ કરે છે જેના કારણે લોકો પેનિક થાય છે
Ahmedabad News : અમદાવાદમાં જાણે કે પોલીસ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અપરાધીઓ માછલા ધોઇ રહ્યા છે. પોલીસનો ડર હવે લોકોમાં રહ્યો નથી. અમદાવાદમાં હત્યાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જ્યાં દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા હોવાની ફરિયાદ કરનાર અલ્પેશ ઠાકોર નામના યુવાનની બુટલેગરો દ્વારા હત્યા કરી દેવાઇ હતી. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
આ પણ વાંચો : Canada US Border પર માઇનસ 35 ડિગ્રીમાં થીજી ગયેલો ગુજરાતી પરિવાર
દારૂના સ્ટેન્ડ બાબતે થઇ હત્યા
અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના અનેક સ્ટેન્ડ ચાલે છે. જેના કારણે આ અંગે પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. જો કે પોલીસે કાર્યવાહી તો કરી નહીં પરંતુ અલ્પેશ ઠાકોર નામના આ યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. સૌથી ચોંકાવનારી બાબત છે કે, દારૂના સ્ટેન્ડ અંગે બાતમી આપનાર અલ્પેશ ઠાકોર છે તેવી માહિતી બુટલેગરને ક્યાંથી મળી. શું પોલીસ દ્વારા જ પોતાના મળતીયાઓને આ અંગે માહિતી અપાઇ હતી.
આ પણ વાંચો : Surat: પાટણની મેડિકલ કોલેજના રેગિંગ કેસ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સતર્ક
બાતમી આપનાર વ્યક્તિની બુટલેગરે જ કરી હત્યા
જો કે બાતમીના આધારે દારુ પકડાઇ જતા ગુસ્સે ભરાયેલા બુટલેગર બિલ્લાએ આ હત્યા કરી હતી. નાનકો ઠાકોર અને અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિ પર ક્રૂરતા પુર્વક ઘાતકી હુમલો કર્યો હતો. પોલીસ સ્ટેશનથી ગણત્રીની મિનિટોના અંતરે સમગ્ર ઘટના બની હતી. જો કે હત્યારા એટલા બેખોફ હતા કે હત્યા કર્યા બાદ પણ તેઓ અટક્યા નહોતા. અલ્પેશ ઠાકોરના વાહનમાં તોડફોડ ચાલુ કરી દીધી હતી. સેંકડો લોકો ઘટના સ્થળે હાજર હતા. પોલીસ પણ હાજર હતી તેમ છતા તેઓએ હુમલો ચાલુ રાખ્યો હતો.
આ પણ વાંચો : ભારતમાં મારા માથાની અંદર કીડા ઘુસી ગયા, ટ્રમ્પના હેલ્થ મિનિસ્ટરનો વિચિત્ર દાવો
પોલીસ કડક કાર્યવાહીના બદલે બેદરકારી છુપાવવામાં લાગી
આ મામલે પોલીસની બેદરકારીને છુપાવતા હોય તેમ અમદાવાદ પોલીસ કમિશનર પણ હત્યા અને ગુનાખોરી કાબુમાં હોવાની ગુલબાંગો ફુંકવા માટે આવ્યા હતા. વર્ષમાં માત્ર 100 લોકોની જ હત્યાઓ થાય છે. જે વર્ષે 2 હત્યા જ હોવાનો લુલો બચાવ કર્યો હતો. સવાલ એવો થાય કે એક પણ હત્યા થાય તો તે પોલીસની જ નિષ્ફળતા છે. તેવામાં વર્ષ 100 કરતા વધારે હત્યા સામાન્ય હોવાની વાત પોલીસ શા માટે કરી રહી છે. તેમનું કામ જ નાગરિકોની રક્ષા કરવાનું છે તેવામાં એક હત્યા પણ થાય તો પોલીસની નિષ્ફળતા છે.
આ પણ વાંચો : Kangana Ranaut ની આવી Emergency
પોલીસ કમિશ્નર પણ લાજવાના બદલે ગાજ્યા
જો કે આટલી ઘાતકી હત્યા અને કાંડ થયા બાદ કોઇને તો આરોપ માથે લેવાનો જ હતો. આખરે કમિશનર દ્વારા સ્થાનિક પોલીસ ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે. સમગ્ર મામલે ખુબ જ નિષ્ક્રિયતા દાખવવા બદલ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એ પટેલને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ ઉપરાંત 4 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.જીગ્નેશ શર્મા, વિક્કી ચુનારા ધરપકડ કરી લેવાઇ છે. જીગ્નેશ શર્મા પર પહેલા પણ 4 કેસ નોંધાઇ ચુક્યા છે. બે દિવસ પહેલા મારામારીની ઘટના પણ બની હતી. જેમાં કાર્યવાહી નહીં કરવા બદલ પીઆઇને સસ્પેન્ડ કરી દેવાયા છે. જો કે મૃતક અલ્પેશ ઠાકોર પર પણ 1 ગુનો નોંધાયેલો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ પહેલાથી જ બદનામ રહી છે. જો કે હવે પોલીસ અને ખાસ કરીને અમદાવાદ પોલીસ લોકોનો વિશ્વાસ ગુમાવી રહી છે. હાલમાં જ એક નવયુવાન પ્રિયાંશુ જૈનની ઘાતકી અકારણ હત્યા થઇ હતી. જેના કારણે પોલીસ દોડતી થઇ હતી. જો કે આ હત્યામાં પોલીસ કોન્સ્ટેબલનું જ નામ ખુલતા પોલીસની ભારે બદનામી થઇ હતી. પોલીસ કોન્સ્ટેબલ હત્યારો નિકળતા પોલીસને શરમજનક સ્થિતિમાં મુકાઇ હતી. ફરી એકવાર રક્ષક સ્પષ્ટ રીતે જ ભક્ષક બન્યો હતો. અગાઉ નાગરિકોને વિવિધ કનડગત કરીને પરોક્ષ રીતે તો રક્ષક જ ભક્ષક અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે. જો કે હવે રક્ષક સ્પષ્ટ રીતે ભક્ષક બનતા ચકચાર મચી ગઇ હતી.
આ પણ વાંચો : AUS vs PAK : ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી હાર્યા બાદ પાકિસ્તાનમાં મોટો ફેરફાર