Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં વડાપ્રધાન મોદીએ કર્યું વર્ચ્યુઅલ સંબોધન, BAPS મંદિરો અને સંતોના કર્યા ખુબ વખાણ

Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામીનારાયણ ભગવાનના ચરણોમાં નમન કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી.
ahmedabad  ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં વડાપ્રધાન મોદીએ કર્યું વર્ચ્યુઅલ સંબોધન  baps મંદિરો અને સંતોના કર્યા ખુબ વખાણ
Advertisement
  1. ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ના પીએમ મોદીએ કર્યાં વખાણ
  2. કોરોના કાળમાં BAPSએ કરેલા સેવાકાર્યોને કર્યા યાદ
  3. પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પોને યાદ કરી કર્યા નમન

Ahmedabad: અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (NARENDRA MODI STADIUM)ખાતે BAPS નો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ (BAPS SUVARNA MAHOTSAV) ઉજવાઈ રહ્યો છે. નોંધનીય છે કે, અત્યારે આ કાર્યક્રમની તૈયારી છેલ્લા આઠ મહિનાથી ચાલતી હતી. આજે ભવ્યાતિભવ્ય રીતે ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની ઉજવણી થઈ રહીં છે. આજના આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ રીતે હાજરી આપીને કાર્યક્રમને સંબોધીત કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો: BAPS SUVARNA MAHOTSAV:આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભક્તિમય બનશે

Advertisement

પીએમ મોદીએ પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પોને પણ કર્યાં યાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામીનારાયણ ભગવાનના ચરણોમાં નમન કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. આ સાથે તેમણે ગુરૂ પ્રમુખ સ્વામી મહારાજને પણ નમન કર્યાં હતાં. એટલું જ નહીં પરંતુ પોતાના સંબોધનના શરૂઆતમાં પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પોને પણ યાદ કર્યાં હતાં. આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ માટે મહંત સ્વામી મહારાજ અને સંતો-મહંતોનો પણ આભાર માની તેમને નમન કર્યાં હતાં.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં વિવિધ વિકાસ કાર્યોનો કર્યો શિલાન્યાસ

કોરાના કાળમાં મંદિરો સેવા કેન્દ્રોમાં પરિવર્તિત થઈ ગયાં હતાઃ પીએમ મોદી

કોરોના કાળને યાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોના કાળમાં BAPS મંદિરો જે રીતે સેવામાં કેન્દ્રીત થઈ ગયા હતા તે અત્યારે સૌ કોઈ જાણે છે. તે વખતે આ મંદિરો સેવા કેન્દ્રોમાં પરિવર્તિત થઈ ગયાં હતા. યુક્રેનના યુદ્ધ વખતે ભારતીયોને સુરક્ષિત રાખવા અને વધારેમાં વધારે મદદ આપવા માટે પણ BAPS મંદિરોએ ખુબ જ મોટો ફાળો આપ્યો હતો. જેના માટે પણ અત્યારે BAPS મંદિરોનો ખાસ આભાર માન્યો હતો. પીએમ મોદીએ આજે વર્ચ્યુઅલ રીતે ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં પોતાનું સંબોધન આપ્યું હતું. જેમાં મંદિરો અને ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ કાર્યક્રમના ખુબ જ વખાણ કર્યાં હતાં.

આ પણ વાંચો: મલ્ટી સ્પેશિયાલિટીની તમામ સુવિધાઓથી સજ્જ ગ્લોબલ હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shahએ કર્યું ઉદ્ઘાટન

Tags :
Advertisement

.

×