Ahmedabad Rape Case : અમદાવાદના આનંદનગર વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા એક દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી હતી. આ સંવેદનશીલ મામલામાં આનંદનગર પોલીસે ઉત્કૃષ્ટ અને ત્વરિત કામગીરી દાખવતા માત્ર 21 દિવસની અંદર જ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી છે.
Ahmedabad Rape Case : અમદાવાદના આનંદનગર વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા એક દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી હતી. આ સંવેદનશીલ મામલામાં આનંદનગર પોલીસે ઉત્કૃષ્ટ અને ત્વરિત કામગીરી દાખવતા માત્ર 21 દિવસની અંદર જ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી છે. પોલીસની આ ઝડપી કાર્યવાહીથી પીડિતાને ન્યાય અપાવવાની દિશામાં મજબૂત પગલું ભરાયું છે.
પોલીસે 21 દિવસમાં કોર્ટમાં દાખવી ચાર્જશીટ
આ ગુનાની તપાસ દરમિયાન પોલીસે વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો હતો. તપાસ પૂર્ણ કરવા માટે ફોરેન્સિક પુરાવા, સાંયોગિક પુરાવા અને ટેક્નિકલ પુરાવાને મુખ્ય આધાર બનાવવામાં આવ્યા હતા. કેસને વધુ મજબૂત અને અકાટ્ય બનાવવા માટે અત્યાર સુધીમાં કુલ 50થી વધુ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. આ સમગ્ર પુરાવાઓ અને દસ્તાવેજોના આધારે અમદાવાદની કોર્ટમાં 300થી વધુ પાનાંની વિસ્તૃત ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.
50થી વધુ સાક્ષીની નિવેદન સાથે દાખલ કરાઈ ચાર્જશીટ
પોલીસ પ્રશાસન દ્વારા આ કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે જેથી અદાલતમાં કેસ ઝડપથી ચાલે અને નરાધમ આરોપીને કડકમાં કડક સજા મળી શકે. પીડિતાને ઝડપી ન્યાય અપાવવા માટે પોલીસ અને તપાસ ટીમ દ્વારા તમામ કાનૂની પ્રક્રિયાઓ ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો : Gaurang Vyas Death : 100થી વધુ ફિલ્મમાં સંગીત આપનાર ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં નિધન, ગુજરાતી સંગીત જગતને મોટી ખોટ