Ahmedabad: શહેરમાં વધુ એક ‘તથ્યકાંડ’ થતા રહી ગયો! પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
- ઓડી કાર સેન્કો વાલ્વ પ્રાઇવેટ લિમિટેડના નામે રજિસ્ટર્ડ
- સેન્કો વાલ્વ પ્રાઇવેટ લિમિટેડનો ડિરેક્ટર છે રિપલ પંચાલ
- પોલીસે FSLની ટીમ સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
Ahmedabad: આંબલી ઇસ્કોન રોડ પર હિટ એન્ડ રનમાં અત્યારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આરોપી રિપલ પંચાલ સેન્કો વાલ્વ પ્રાઇવેટ લિમિટેડનો ડિરેક્ટર હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, અક્સ્માત સર્જનાર ઓડી કાર સેન્કો વાલ્વ પ્રાઇવેટ લિમિટેડના નામે છે. અત્યારે પોલીસ દ્વારા હિટ એન્ડ રન કેસના આરોપી રિપલ પંચાલ જે સેન્કો વાલ્વ પ્રાઇવેટ લિમિટેડનો ડિરેક્ટર છે તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. મળતી જાણકારી પ્રમાણે FSLની ટીમ સાથે તપાસ કરાઈ કરવામાં આવી રહીં છે. આ સાથે અલગથી ડ્રિંક એન્ડ ડ્રાઇવનો કેસ કરવામાં આવશે.
Ahmedabad Hit And Run : પોલીસ સ્ટેશનમાં પણ નશાની હાલતમાં છે હિટ એન્ડ રનનો આરોપી | Gujarat First
અમદાવાદ વધુ હિટ એન્ડ રન ઘટના સામે
આંબલી ઇસ્કોન રોડ પર હિટ એન્ડ રન ઘટના
ઓડીના કાર ચાલતા અન્ય વાહનને પણ લીધા હડફેટે..
એક કાર ચાલકે એક સાથે 5 જેટલી કારને માર ટક્કર
ટ્રાફિક પોલીસ દ્વારા… pic.twitter.com/P1RaEdtIXl— Gujarat First (@GujaratFirst) November 25, 2024
રિપલ સામે અગાઉ પણ નોંધાયેલ છે Drink & Drive ના કેસ
મહત્વની વાત એ પણ છે કે, આરોપી રિપલ પંચલા સામે આ પહેલા પણ Drink & Drive ના કેસ નોંધાઈ ચૂક્યો છે. આવા નબીરાઓને ના તો કાયદાનો કોઈ ડર છે કે, ના તો પોલીસનો! રૂપિયા અને નશાના મદ થયેલો રિપલ પંચાલને કાયદાનો કોઈ ડર નથી તેનો આ બોલતો પુરાવો છે. જો કે, આરોપી રિપલ અગાઉ બોડકદેવમાં Drink & Drive કેસમાં પકડાઈ ચૂક્યો છે. આજે પણ તેણે પાંચ ગાડીઓ અને અન્ય અનેક વાહનોને અડફેટે લીઈને અકસ્માત સર્જ્યો છે પરંતુ અકસ્માતનો કોઈ અફસોસ નથી તેવું મીડિયા સામે બોલી રહ્યો છે.
આ પણ વાંચો: Ahmedabad: નશામાં ધૂત Ripal Panchal ના તેવર તો જુઓ! ઘટના અંગે કોઈ અફસોસ પણ નથી
બોપલ-ઇસ્કોન રોડ પર અનેક વાહનોને અડફેટે લીધા
આરોપી નબીરો રિપલ પંચાલ નશામાં ધૂત થઈને ઓડી કાર ચલાવી રહ્યો છે અને આ દરમિયાન તેણે બોપલ-ઇસ્કોન રોડ પર અનેક વાહનોને અડફેટે લીધા હતા. પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી શરી કરી છે. આ દરમિયાન મીડિયાએ પણ નબીરા રિપલ પંચાલને સવાલો કર્યા હતાં. રિપલ પંચાલ મીડિયાને જવાબ આપી શકે તેટલો પણ ભાનમાં નહોતો. દારૂ અંગે પુછતા રિપલ પંચાલે કર્યું કે, ‘મારે પીવાની પરવાનગી છે, ઘરે જ પાર્ટી કરી’ આવા જવાબ આરોપીએ આપ્યાં છે.
આ પણ વાંચો: નશેડી Ripal Panchal જીવે છે વૈભવી લાઇફસ્ટાઇલ
આવા નબીરોઓને કેમ કાયદાનું ભાન નથી?
મહત્વની વાત એ પણ છે કે, અમદાવાદમાં શહેરમાં ફરી એકવાર તથ્યકાંડ થઈ શકે તેમ હતો. જો કે, અત્યારે જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યાં નથી. પરંતુ સવાલ એ થાય છે કે, આવા નબીરોઓને કેમ કાયદાનું ભાન નથી? કેમ આ લોકોમાં પોલીસનો કોઈ ડર નથી? શું રૂપિયા હોય તો તેમે દારૂના નશામાં ધૂત થઈને ગાડી ચલાવી શકો? આવા તો અનેક સવાલો આ ઘટનાને લઈને થઈ રહ્યાં છે.
આ પણ વાંચો: Ahmedabad: રફ્તારનો આતંક! કારચાલક નબીરાએ 5 કાર સહિત અનેક વાહનોને મારી ટક્કર