Ahmedabad: ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું ઘડનારને કોર્ટે ફટકારી 5 વર્ષની સજા, અન્ય એક નિર્દોષ જાહેર
- ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરૂં ઘડનારને કોર્ટે સજા ફટકારી
- શૂટર ઇરફાનને કોર્ટે તેન 5 વર્ષની સજા સંભળાવી
- છોટા શકીલ માટે કામ કરે છે શૂટર ઇરફાન
Ahmedabad: ગોરધન ઝડફિયાની હત્યાના કાવતરુંને લઈને અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી વિગતો પ્રમણે પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરૂં ઘડનારને કોર્ટે સજા ફટકારી છે. ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું ઘડનારને સ્પે. કોર્ટે સજા સંભળાવી છે. નોંધનીય છે કે, ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરૂ કરવાના શૂટર ઇરફાન છોટા શકીલના કહેવાથી આવ્યો હતો અને કોર્ટે તેન 5 વર્ષની સજા સંભળાવી છે.
આ પણ વાંચો: BZ GROUP Scam: BZ નામની તમામ ઓફિસો હાલ બંધ જોવા મળી, તપાસનો દોર યથાવત
આરોપીએ પોલીસ પર એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું
જોકે, આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપી સિદેશ ખરાડે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા છે. નોંધનીય છે કે, ATS અને ક્રાઇમ બ્રાન્ચે 19 ઓગસ્ટ 2020ના રિલીફ રોડ પરની વિનસ હોટેલમાં સ્પેશિયલ ઓપરેશન કરી આરોપીને ઝડપ્યો હતો. આરોપીના મોબાઇલમાંથી ગોરધન ઝડફિયાનો ફોટો મળી આવ્યો હતો અને તે છોટા શકીલના કહેવાથી આરોપી હત્યા કરવા આવ્યો હોવાનું ખુલ્યું હતું. એટલું જ નહીં પરંતુ આરોપી ઈરફાન પાસેથી પિસ્તોલ અને કારતૂસ પણ મળ્યા હતા. આરોપીએ પોલીસ પર એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.
આ પણ વાંચો: VADODARA : પૂર સહાયના નામે ઠગતી જોડી ઝબ્બે, 7 ગુના ઉકેલાયા
કોર્ટે આરોપીની 5 વર્ષની જેલની સજા સંભળાવી
આ મામલે એવી પણ વિગતો સામે આવી છે કે, શાર્પ શૂટર ઈરફાને કમલમની રેકી કરીને વીડિયો નેધરલેન્ડ પણ મોકલ્યો હતો. જોકે, અત્યારે કોર્ટે આરોપીની 5 વર્ષની જેલની સજા સંભળાવી છે. પરંતુ તેની સાથે ઝડપાયેલા અન્ય આરોપીને સિદેશ ખરાડેના પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી છોડી દેવામાં આવ્ચો છે. નોંધનીય છે કે, આરોપી છોટા શકીલના કહેવાથી ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે અહીં આવ્યો હતો.
આ પણ વાંચો: Gujarat: હવે તાપણા માટે થઈ જાઓ તૈયાર, રાજ્યમાં ઠંડીનું જોર વધે તેવી શક્યતા