Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : શાળાઓ સામે AMC ની કડક કાર્યવાહી! શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો

AMC એ 361 શાળામાં મચ્છરોનાં બ્રિડિંગને લઈને ચેકિંગ કર્યું 214 શાળાને નોટિસ આપી 2 લાખનો દંડ વસૂલ્યો શહેરમાં મચ્છરજન્ય રોગનાં કેસ વધારો થયો દાખલ દર્દીની સંખ્યા 1240 ને પાર, રોજની OPD 11486 ને પાર Ahmedabad : અમદાવાદ કોર્પોરેશને (AMC)...
ahmedabad   શાળાઓ સામે amc ની કડક કાર્યવાહી  શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો
  1. AMC એ 361 શાળામાં મચ્છરોનાં બ્રિડિંગને લઈને ચેકિંગ કર્યું
  2. 214 શાળાને નોટિસ આપી 2 લાખનો દંડ વસૂલ્યો
  3. શહેરમાં મચ્છરજન્ય રોગનાં કેસ વધારો થયો
  4. દાખલ દર્દીની સંખ્યા 1240 ને પાર, રોજની OPD 11486 ને પાર

Ahmedabad : અમદાવાદ કોર્પોરેશને (AMC) આજે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ કોર્પોરેશને શહેરની 361 શાળાઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું. મચ્છરોનાં બ્રિડિંગને લઈને કરાયેલા ચેકિંગમાં AMC એ 214 શાળાને નોટિસ ફટકારી છે અને 2 લાખનો દંડ વસૂલ્યો છે. ઉપરાંત, થલતેજની શિવ આશિષ સ્કૂલની (Shiv Ashish School) ઓફિસ સીલ કરવામાં આવી છે. બીજી તરફ મચ્છરજન્ય રોગ ફેલાતા સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil Hospital) દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે અને 1240 ને પાર પહોંચી છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે દીવા તળે અંધારાની સ્થિતિ! HC એ આપ્યો આ નિર્દેશ

214 શાળાને નોટિસ, 2 લાખનો દંડ વસૂલાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની વિવિધ શાળાઓમાં મચ્છરોનાં બ્રિડિંગનું ચેકિંગ હાથ ધરાયું હતું. આ કામગીરી દરમિયાન કોર્પોરેશન દ્વારા 214 શાળાને નોટિસ ફટકારવામાં આવી છે અને રૂ. 2 લાખનો સુધીનો દંડ વસૂલવામાં આવ્યો છે. ઉપરાંત, થલતેજની શિવ આશિષ સ્કૂલની ઓફિસ સીલ કરાઈ છે. જ્યારે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને (St. Xavier's School) રૂ. 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : ગેમઝોન અગ્નિકાંડ જેવી ઘટના બનતા સહેજ રહી, કારખાનાંમાં આગ લગાતા મજૂરો ચોથા માળે લટક્યા

Advertisement

ડેન્ગ્યૂ, મેલેરિયા, ચિકન ગુનિયાના કેસોમાં વધારો

બીજી તરફ અમદાવાદમાં (Ahmedabad) ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગાચાળો પણ વકરી રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ડેંગ્યૂ (Dengue), મેલેરિયા, ચિકન ગુનિયા સહિતનાં રોગોના કેસમાં વધારો થયો છે. માહિતી મુજબ, મચ્છરજન્ય રોગોથી પીડિત દર્દીઓની સંખ્યા સોલા સિવિલ હોસ્પિટલમાં 1240 ને પાર પહોંચી છે. સોલા સિવિલમાં દરરોજની OPD 11486 ને પાર પહોંચી છે. જ્યારે ચાલુ મહિને ડેન્ગ્યુનાં શંકાસ્પદ 552 સામે 88 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાનાં (Malaria) શંકાસ્પદ 468 સામે 20 પોઝિટિવ કેસ નોંધાયા છે. ચિકન ગુનિયાનાં શંકાસ્પદ 24 જેટલા કેસ નોંધાયા છે. ચોમાસામાં અત્યાર સુધી વાઇરલ ઇન્ફેક્શનાં 1794 જેટલા કેસ સામે આવ્યા છે. ઝાડા ઉલટીનાં કેસમાં પણ સતત વધારો થતાં દર્દીઓની સંખ્યા 36 થઈ છે. ચાંદીપુરા વાઈરસનો (Chandipura Virus) હાલ એક શંકાસ્પદ દર્દી સોલા સિવિલમાં દાખલ થયો છે. જ્યારે, સ્વાઇન ફ્લૂનાં પણ હાલ 2 કેસ નોંધાયા છે. તેમ સોલા સિવિલ હોસ્પિટલનાં આસિસ્ટન્ટ RMO ડો. કિરણ ગોસ્વામી એ જણાવ્યું હતું.

આ પણ વાંચો - Botad : વહીવટી તંત્રની બેદરકારી સામે BJP આગેવાન લડી લેવાનાં મૂડમાં! Video બનાવી આપી ચિમકી

Tags :
Advertisement

.