Ahmedabad: સુભાષબ્રિજ 25 ડિસેમ્બર સુધી વાહનવ્યવહાર માટે બંધ, જાણો વધુ
- Ahmedabad નો સુભાષબ્રિજ 25 ડિસેમ્બર સુધી રહેશે બંધ
- બ્રિજ પર ચેકીંગ હાથ ધરવાનું હોવાને લઈને રહેશે બંધ
- અલગ અલગ એજન્સી અને IIT દ્વારા તપાસ હાથ ધરાશે
- એજન્સીના રિપોર્ટ બાદ બ્રિજ અંગે સત્તાવાર નિર્ણય લેવાશે
- બ્રિજના સુપર સ્ટ્રક્ચરને નુકસાન થયુ હોવાથી બંધ રહેશે
અમદાવાદ: સુભાષ બ્રિજને લઈને આવ્યા મોટા સમાચાર
આગામી 25 ડિસેમ્બર સુધી સુભાષ બ્રિજ રહેશે બંધ
બ્રિજના સુપર સ્ટ્રક્ચરને નુકસાન પહોંચતા તંત્રનો નિર્ણય#SubhashBridge #Ahmedabad #TrafficAlert #BridgeClosed #AMC #GujaratNews #AhmedabadNews #PublicSafety #IIT #GujaratFirst pic.twitter.com/QxPjqb8Zr8— Gujarat First (@GujaratFirst) December 9, 2025
જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખી બ્રિજ બંધ કરાયો
પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિજની વર્તમાન સ્થિતિનું નિરિક્ષણ કરવા માટે આ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ એજન્સીઓ અને પ્રતિષ્ઠિત સંસ્થા IIT (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી) ના નિષ્ણાતો દ્વારા બ્રિજનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવશે. બ્રિજ બંધ રાખવાનું મુખ્ય કારણ તેના સુપર સ્ટ્રક્ચર (ઉપરનું માળખું) ને થયેલું નુકસાન છે, જે વાહનવ્યવહારની સુરક્ષા માટે મોટો ખતરો ઊભો કરી શકે છે. સંભવિત દુર્ઘટનાને ટાળવા અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવું અનિવાર્ય બન્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જાહેર કરવામાં આવ્યું હતુ કે આ બ્રિજ 15 ડિસેમ્બર સુધી બંધ રહેશે. જો કે હવે તે તારીખ લંબાવીને 25 ડિસેમ્બર કરવામાં આવી છે.
રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય
એજન્સીઓ અને IIT દ્વારા હાથ ધરવામાં આવેલા આ ટેકનિકલ ચેકિંગ અને નિરીક્ષણનો વિગતવાર રિપોર્ટ સત્તાવાળાઓને સોંપવામાં આવશે. આ રિપોર્ટના આધારે જ બ્રિજના ભવિષ્ય અંગેનો સત્તાવાર અને અંતિમ નિર્ણય લેવામાં આવશે કે બ્રિજને કાયમી ધોરણે સમારકામની જરૂર છે કે પછી પુનઃનિર્માણની.
આ પણ વાંચોઃ Ahmedabad: ડુંગળી-લસણ ખાવા બાબતે પતિ-પત્ની વચ્ચે વિવાદ, જાણો પછી ગુજરાત હાઈકોર્ટે શું ચૂકાદો આપ્યો!


