Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD : શહેરની વિવિધ હોસ્ટેલમાં 'મતદાન જાગૃતિ' અભિયાન કાર્યક્રમ યોજાયો

AHMEDABAD : યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ ( AHMEDABAD ) જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત અનેક યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં 'મતદાન જાગૃતિ' અંગેના વિવિધ કાર્યક્રમ...
ahmedabad   શહેરની વિવિધ હોસ્ટેલમાં  મતદાન જાગૃતિ  અભિયાન કાર્યક્રમ યોજાયો
Advertisement

AHMEDABAD : યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ ( AHMEDABAD ) જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત અનેક યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં 'મતદાન જાગૃતિ' અંગેના વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.

'કેમ્પ એટ કેમ્પસ' અભિયાન અંતર્ગત શહેરમાં આવેલ સમરસ હોસ્ટેલ સહિત વિવિધ 11 જેટલી સરકારી તથા ખાનગી હોસ્ટેલમાં 'મતદાન જાગૃતિ' અભિયાન અંગેના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

Advertisement

Advertisement

તમામ હોસ્ટેલમાં વિશાળ સંખ્યામાં યુવાનો અને પ્રથમ વખત મતદાન કરનાર યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમને મતદાન પર્વના મહત્ત્વ વિશેની સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર ઉપસ્થિત સૌ લોકોને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. વધુમાં સૌ લોકોને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

સરકારી તથા ખાનગી હોસ્ટેલમાં યોજાનાર 'મતદાન જાગૃતિ'ના આ કાર્યક્રમમાં ઉપસ્થિત 5000થી વધુ યુવાનોએ 'દસ મિનિટ દેશ માટે'નો સંકલ્પ લઈ અચૂક મતદાનના શપથ લીધા હતા.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો થકી ફર્સ્ટ ટાઈમ વોટર બનનાર યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહતમ લોકો મતદાન કરે, તે દિશામાં જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે.

અહેવાલ : સંજય જોશી 

આ પણ વાંચો : Rajkot Kshatriya Community: ટિકિટ રદને લઈ 19 માર્ચ સુધીનું અલ્ટીમેટમ, નહીંતર ક્ષત્રિયો મહાસંગ્રામ માટે સજ્જ

Tags :
Advertisement

.

×