Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ધનતેરસ અને દિવાળીના પગલે ફૂલોની માંગ વધી તો ભાવમાં પણ વધારો જોવા મળ્યો

Ahmedabad: જમાલપુર ફ્લાવર માર્કેટમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી છે. ફૂલોની માંગમાં વધારો હોવાના કારણે ફૂલોના ભાવ પણ વધારે જોવા મળી રહ્યા છે
ahmedabad  ધનતેરસ અને દિવાળીના પગલે ફૂલોની માંગ વધી તો ભાવમાં પણ વધારો જોવા મળ્યો
Advertisement
  1. જમાલપુર ફુલ માર્કેટમાં ફૂલ ખરીદી માટે જામી ભીડ
  2. 50 રૂપિયે કિલો વેચાતા ગુલાબ આજે 150 રૂપિયે પ્રતિ કિલો
  3. ફૂલોની માંગમાં વધારો હોવાના કારણે ફૂલોના ભાવ પણ વધ્યાં

Ahmedabad: આજથી ધનતેરસના દિવસથી દિવાળીના તહેવારો ની શરૂઆત થઈ રહી છે. ત્યારે તહેવારોના સમયમાં પૂજા અને વિવિધ પ્રકારની રંગોળી અને શણગાર માટે ફૂલોનો ઉપયોગ થતો હોય છે. જેને લઇને અમદાવાદ (Ahmedabad)ના જમાલપુર ફ્લાવર માર્કેટમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી છે. ફૂલોની માંગમાં વધારો હોવાના કારણે ફૂલોના ભાવ પણ વધારે જોવા મળી રહ્યા છે. ભાવ વધ્યા છે પરંતુ લોકો એટલા જ પ્રમાણમાં ખરીદી કરવા માટે જઈ રહ્યાં છે.

આ પણ વાંચો: Rajkot: સત્યનારાયણની કથા બંધ કરાવવા મામલે જયંત પંડ્યા સામે ફાટ્યો આક્રોશ

Advertisement

હોલસેલ માર્કેટમાં ગુલાબનો ભાવ પ્રતિ કિલોએ 400 થી 500 રૂપિયા

વેપારીઓના કહેવા પ્રમાણે નવરાત્રી અને દશેરા દરમિયાન ગુલાબના ફૂલોના ભાવ હોલસેલ માર્કેટમાં રૂપિયા 400 થી 500 પ્રતિ કિલો પહોંચ્યા હતા, તેનાથી નીચા ભાવે હોલસેલ માર્કેટમાં વેચાણ થઈ રહ્યું છે. ધનતેરસના દિવસે ગુલાબના ફૂલ રૂપિયા પ્રતિ કિલો 150 લઈને 300 સુધી જોવા મળી રહ્યા છે. જે સામાન્ય દિવસોમાં રૂપિયા 50 થી 100 સુધી હોય છે. જ્યારે ગલગોટા ના ભાવ પ્રતિ કિલો રૂપિયા 80 થી 90 સુધી જોવા મળી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad : મહેશ લાંગા, આગમ શાહ, આબેદા અને ઉજેફ પત્રકારના સ્વાંગમાં ગુનેગાર

ભાવ વધારાના કારણે રિટેલ માર્કેટ પણ ઊંચું જોવા મળ્યું

આ સાથે સેવંતીના ફૂલ રૂપિયા 200 પ્રતિ કિલો જોવા મળી રહ્યા છે. હોલસેલ માર્કેટમાં ભાવ વધારાના કારણે રિટેલ માર્કેટ પણ ઊંચું જોવા મળી રહ્યું છે. જોકે સારી બાબતે છે કે દશેરાને દિવસે ફ્લાવર માર્કેટમાં ફૂલોની બમ્પર આવક થાય છે. જેથી ભાવ પણ હાલ અગાઉના વર્ષોની સરખામણીએ નિયંત્રણમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદ (Ahmedabad)ના જમાલપુર હોલસેલ માર્કેટમાં ફૂલોના ભાવ પરવડે તેવા હોય છે. જેથી બલ્કમાં ફૂલોની ખરીદી માટે ગ્રાહકો સીધા હોલસેલ માર્કેટમાં ખરીદી માટે આવી રહ્યા છે.

અહેવાલઃ અર્પિત દરજી, અમદાવાદ

આ પણ વાંચો: GPCB એ બનાસકાંઠા અને પાટણમાં પ્રદૂષણ ફેલાવતા 65 એકમોને નોટિસ ફટકારી

Tags :
Advertisement

.

×