Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ઇસ્કોન પ્લેનિયમમાં લાગેલી આગમાં એક મહિલાનું મોત! 23 સ્થાનિકોને એડમિટ કરાયા

Ahmedabad: અમદાવાદના બોપલમાં ઇસ્કોન પ્લેટિનમમાં આગ મામલે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. અત્યારે 23 જેટલા સ્થાનિકોને એડમીટ કરવામાં આવ્યા છે.
ahmedabad  ઇસ્કોન પ્લેનિયમમાં લાગેલી આગમાં એક મહિલાનું મોત  23 સ્થાનિકોને એડમિટ કરાયા
Advertisement
  1. આગની ઘટનામાં એક મહિલાનું મોત હોવાની પુષ્ટિ
  2. ગઈકાલે રાત્રે સોસાયટીના ચેરમેન સાથે મુખ્યમંત્રીએ કરી વાત
  3. 23 સ્થાનિકો 3 અલગ અલગ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા

Ahmedabad: અમદાવાદમાં બોપલ ખાતે આવેલા ઇસ્કોન પ્લેનિયમમાં ગઈ કાલે રાત્રે આગ લાગ્યાની ઘટના બની હતી. મળતી જાણકારી પ્રમાણે આઠમાં માળે શોર્ટ શર્કિટના કારણે આગ લાગી હતી જે છેક 22માં માળ સુધી પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાની તજવીજ પણ હાથ ધરી દેવામાં આવી હતી. વધારે વિગતે વાત કરવામાં આવે તો, આગની ઘટનાને લઈને 23 સ્થાનિકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: Jhansi : હોસ્પિટલના NICU માં ભીષણ આગ, 10 બાળકોના કરુણ મોત

Advertisement

23 જેટલા સ્થાનિકોને એડમીટ કરવામાં આવ્યા

નોંધનીય છે કે, અમદાવાદના બોપલમાં ઇસ્કોન પ્લેટિનમમાં આગ મામલે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. અત્યારે 23 જેટલા સ્થાનિકોને એડમિટ કરવામાં આવ્યા છે. જાણકારી પ્રમાણે આ સ્થાનિકોને 3 અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે અન્ય લોકોને સોસાયટીના ક્લબ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહી પરંતુ આગ લાગેલ M બ્લોકના લોકો માટે રહેવા, જમવાની અને રોકાવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Jhansi Fire : હોસ્પિટલ પરિસરમાં જોવા મળ્યા હ્રદયદ્રાવક દ્રષ્યો, આક્રંદ અને ચીસો..

આગની ઘટનામાં 65 વર્ષિય મહિલાનું મોત થયુંઃ સૂત્રો

ઇસ્કોન પ્લેનિયમમાં લાગેલી આગની ઘટના મામલે ગઈકાલે મુખ્યમંત્રીએ પણ નોંધ લીધી હતી. ગઈકાલે રાત્રે સોસાયટીના ચેરમેન સાથે મુખ્યમંત્રીએ વાત કરી હતી. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તરફથી આગની ઘટનામાં તમામ પ્રકારની મદદ આપવાની તૈયારી દર્શાવી છે. નોંધનીય છે કે, અત્યારે આ બ્લોકના તમામ લોકોને તમામ પ્રકારની વ્યવસ્થા આપી દેવામાં આવી છે. જો કે, દુઃખની વાત એ છે કે, આગની ઘટનામાં એક 65 વર્ષિય મહિલાનું મોત થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: મધ્ય રાત્રિએ Somnath Temple પર જોવા મળ્યો અનોખો નજારો, મહાદેવનો અભિષેક કરવા આવ્યાં ચંદ્ર દેવ

Tags :
Advertisement

.

×