અમદાવાદ શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા હોય તેવી સ્થિતી સર્જાઈ છે.નરોડા પાસેના મુઠીયા ટોલનાકા પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું કરૂણ મોત નિપજયું છે. પોલીસકર્મી સાંજનાં સમયે રિંગ રોડ પર નાના ચિલોડા સર્કલથી દહેગામ સર્કલ રિંગ રોડ તરફ બુલેટ લઈને પસાર થઈ રહ્યાં હતાં,તે સમયે પુરઝડપે આવેલા ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકે પોલીસકર્મીના બુલેટને ટક્કર મારીને રોડ પર પાડી દીધું હતું. માથા પરથી ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ પોલીસકર્મીનું મોત નિપજાવ્યું હતું.પિતાએ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આ ઘટનામાં મૃ્ત્યુ પામેલા પોલીસકર્મીનું નામ રોહનસિંહ રાઠોડ હોવાનું તેમજ તેઓ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે..આ સમગ્ર મામલે પોલીસકર્મીનાં પિતાએ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર ડમ્પર ચાલક સામે IPCની કમલ 279 તેમજ 304 A સહિત મોટર વાહન અધિનિયમની કલમ 177,184, 134 B મુજબ ગુનો નોંધી ડમ્પર જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુંઆ કમકમાટી ભર્યા અકસ્માતમાં પોલીસકર્મીનું આકાસ્મિક મોત થતા પોલીસકર્મીઓમાં શોકનો માહોલ જોવા મળ્યો છે, મૃતક પોલીસકર્મી રોહનસિંહ રાઠોડનાં મૃતદેહને તેમનાં વતન ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ ગુનામાં પોલીસે ડમ્પર ચાલકને ઝડપી પાડવાં માટે તપાસ તેજ કરી છે