સરકાર દ્વારા મહિલાઓના અધિકારની સુરક્ષા માટે કાયદો તો બનાવવામાં આવ્યો, છતા આ કાયદો જાણે કાગળ પર જ રહી ગયો હોય તેવું દેખાઇ રહ્યું છે. કેન્દ્ર સરકારે ટ્રિપલ તલાકને રોકવા માટે સમસદમાં કાયદો બનાવી દીધો છે,તેમ છતાં ટ્રિપલ તલાકના બનાવો અટકી નથી રહ્યાં. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરના કાંરજ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં મહિલાને ત્રણ વાર તલાક બોલીને તેના પતિએ ડિવોર્સ આપી દીધા હતાં. પતિ કમાતો ન હતો અને મહિલાને સતત શારિરિક માનસિક ત્રાસ આપતોકાંરજમાં રહેતી મહિલા ના લગ્ન વર્ષ 2008માં નડિયાદના આસિફ હુસેન સાથે થયા હતાં. લગ્ન બાદ આ ફરિયાદી મહિલા તેના સાસુ-સસરા સહિત સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના 7 વર્ષ બાદ પણ પતિ કોઈ કામ ધંધો કરતો ન હતો. તેથી મહિલાને તેના સાસરિયા દહેજ લાવવા બાબતે સતત દબાણ કરતા હતાં. તેને પતિ તેને અપશબ્દો બોલીને મારઝૂડ કરતો હતો. મહિલાનો પતિ એક લાખ રૂપિયા દહેજ લાવવા માટે વારંવાર દબાણ કરતો હતો. સાસુ-સસરાની હાજરીમાં મહિલાના પતિએ ત્રણ વાર તલાક કહ્યુંગત 21મી ડિસેમ્બરે આ બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો, આ ઝધડામાં મહિલાએ રાત્રિના સમયે તેમના બાળકોને દૂધ અને નાસ્તો આપતા હતી તે વખતે 'પહેલા મને દૂધ આપવાનું એમ કહીને મારઝૂડ કરી હતી, આ બાબતે ઝઘડો વધી જતા સાસુ-સસરાની હાજરીમાં મહિલાના પતિએ ત્રણ વાર 'તલાક તલાક તલાક' બોલીને પિડિત મહિલાને તલાક આપી દીધાં હતાં. ત્યાર બાદ મહિલાએ આ બાબતે પોતાના કૌટુંબિક ભાઈઓને જાણ કરતા તેઓ મહિલાના ઘરે પહોંચ્યા હતાં, જ્યાં બધાની હાજરીમાં મહિલાના ભાઈએ તેના પતિને ઝગડા બાબતે પૂછતાં તેને તલાક આપી દીધા હોવાનું કીધું હતું અને તમારી સામે પણ તલાક આપું છું તેમ કહીને બાળકો સાથે મહિલાને ઘરમાંથી કાઢી મુકી હતી. તેથી મહિલાએ તેના પતિ વિરુદ્ધ ટ્રિપલ તલાક અંગે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર બનાવ સંબંધિત ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી માટે તપાસ હાથ ધરી છે.