અમદાવાદમાં પૂર્વ વિસ્તાર જાણે કે અસામાજીક તત્વો માટે અડ્ડો બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખોખરામાં ઘોરણ 11 માં અભ્યાસ કરતા 16 વર્ષના સગીર પર 4 યુવકોએ છરીથી હુમલો કરતા યુવકને ઈજાઓ થઈ હતી. આ મામલે ખોખરા પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.આજે તો આને મારી નાખો તેમ કહી ચાર યુવકે કર્યો હુમલો ખોખરાની નંદનવનપાર્ક સોસાયટીમાં રહેતો 16 વર્ષનો કિશોર શનિવારે સાંજનાં સમયે ઘરેથી નિકળી ઈશ્વરકૃપા ચાર રસ્તા તરફ જઈ રહ્યો હતો, તે સમયે શિવમ ઉર્ફે ટોલી તેમજ રાહુલ અને ગુલ્લુ તથા પીયૂષ નામનાં 4 ઈસમોએ તેને સામે મળ્યા હતા, અને સગીરને ચારે તરફથી ઘેરીને ,'કેમ તું દાદા થઈ ગયો છે', તેવું કહીને અપશબ્દો બોલ્યા હતા, કિશોરે વિરોધ કરતા ચારેય યુવકોએ ઉશ્કેરાઈને ખિસ્સામાંથી છરીઓ કાઢી હતી,' આજે તો આને મારી નાખો 'તેમ કહીને રાહુલ અને શિવમ નામના યુવકે કિશોરને પકડી રાખ્યો અને પીયૂષે છરી વડે હુમલો કર્યો હતો.. એકબાદ એક છરીના ધા ઝીંક્યાંછરીથી હુમલો થતાં કિશોરે છરી પકડી લેતાં ઝપાઝપી થઇ હતી. જેમાં કિશોરને હાથના ભાગે કોણી તેમજ કાંડાની વચ્ચે ઘા વાગ્યો હતો, જે બાદ ગુલ્લુ નામના ઈસમે છરીથી હુમલો કરતા માથાના અને કપાળના ભાગે ઘા વાગતા ગંભીર ઈજાઓ થઈ હતી. જે બાદ ગુલ્લુએ બીજો ઘા મારવા જતા કિશોર ખસી જતા શરીરના અન્ય ભાગે છરીના ઘા વાગ્યા હતા. કિશોરે બુમાબુમ કરતા ચારેય વ્યક્તિઓ ત્યાંથી ફરાર થઈ ગઈ. તાત્કાલીક કિશોરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. કિશોરે આ મામલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.