મહિલાઓને વિધવા સહાય અપાવવાના બહાને સોનાના દાગીના પડાવતી મહિલા ઝડપાઈ
મહિલાઓને વિધાવા સહાય આપવાના બહાને સોનાના દાગીના પડાવી લેતી મહિલાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી છે. તાજેતરમાં જ સૈયદાબીબી એ અમદાવાદમાં સાબરમતી વિસ્તાર અને કારંજ પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાઓને પોતાના શિકાર બનાવીને દાગીના પડાવી લીધા હતા. ત્યારે ભુજમાં પણ આ જ મોડેશ ઓપરેન્ડી થી એક વિધવા મહિલાને ભોગ બનાવી હોવાની ફરિયાદ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૈયદાબીબી વિરુદ્ધ નોંધાઈ હતી.
Advertisement

વિધવા સહાયના નામે દાગીના સેરવ્યા
ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે સૈયદાબીબી પઠાણ આણંદના ઉમરેઠમા રહે છે. જે હકીકત આધારે પોલીસે ઉમરેઠના દાગજીપુરા ગામમાંથી તેની ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપી મહિલાની પૂછપરછ કરતા તેને કબૂલ્યું હતું કે અમદાવાદના ભદ્રકાળી માતા મંદિર પાસે પણ એક વિધવા મહિલાને સહાય અપાવવાની બાને તેના દાગીના ઉતરાવી લીધા હતા.
25થી વધુ ગુન્હા નોધાયા
સૈયદાબીબીની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો આ મહિલા આરોપી કોઈપણ વિધવા મહિલાને સહાય અપાવવાના બહાને અન્ય જિલ્લામાં હોટલમાં કે ઘરમાં બેસાડીને અધિકારી ઇન્સ્પેક્શનમાં આવશે ત્યારે ગરીબ હોવાનું દેખાડવાના બહાને ફરિયાદીના દાગીના ઉતરાવી સાચવવાના બહાને દાગીના લઈ ફરાર થઈ જતી એટલું જ નહીં પોલીસે ગુનાહિત ઇતિહાસ ચકાસતા અત્યાર સુધીમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં 25 થી પણ વધુ ગુનાઓ તેના વિરુદ્ધ નોંધાયેલા છે અને ત્રણ વખત પાછા હેઠળ સજા પણ ભોગવી ચુકયાનું સામે આવ્યું છે.
તપાસ બાદ વધુ ખુલાસા થઈ શકે છે
હાલ તો પોલીસે ત્રણ ગુનાનો ભેદ ઉકેલી મહિલાઓને આવા છેતરપિંડી કરતા શખ્સોથી ચેતવ્યા છે ત્યારે અન્ય કોઈ મહિલાઓ પણ ભોગ બની હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી ફરિયાદ નોંધાવા અપીલ કરી છે. હવે જોવાનું રહ્યું કે વધુ તપાસ બાદ સૈયદાબીબીના અન્ય કેટલા કૌભાંડો સામે આવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.