'દુનિયામાં કોઇ એવી વસ્તુ નથી જેની કિંમત ન આંકી શકાય. લોકોને તેની ખબર હોતી નથી એટલે તે નકામી બની જાય છે. આ શબ્દો છે, 'ઇનોવેટિવ સ્ટર્ટઅપના ફાઉન્ડર હાર્દિક શાહ અને ચિંતલ શાહ જેમનો મંત્ર છે, 'વેસ્ટ જમા કરો અને પૈસા લઇ જાઓ.' અમદાવાદના યુવા સાહસિક હાર્દિક શાહે પોતાના કૌશલ્યનો ઉપયોગ પર્યાવરણના જતનની સાથે વ્યવસાયિકોને જોડવામાં કર્યો છે. તેમનું ઇનોવેટિવ ગ્રીન ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડ નામનું સ્ટાર્ટ અપ છે. આ સ્ટાર્ટ અપ અંતર્ગત તેમણે પર્યાવરણના જતનની સાથે વેસ્ટ મેનેજમેન્ટની સર્ક્યુલર ઇકોનોમીને જોડી છે. હાલમાં અમદાવાદીઓ માટે તેમણે 'મિશન ઝીરો વેસ્ટ અમદાવાદ' નામનું અભિયાન ચલાવ્યું છે. જેમાં તે ઘરના દરેક વેસ્ટની બાય બેક વેલ્યુ આપે છે. સાથે જ તમે એપ પર વેસ્ટના બદલામાં તમને જોઇતી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છે. ટેક્નોલોજીમાં પણ ગ્રીન ટેકનોલોજીનો કોન્સેપ્ટપોતાના સ્ટાર્ટ-અપ વિશે વાત કરતાં હાર્દિક શાહે જણાવ્યું કે, 'હું એક આઇ.ટી પ્રોફેશનલ છું. મારી કંપનીના કામ માટે દેશ વિદેશમાં જવાનું અવાર નવાર બનતું હતું. આ દરમિયાન જાપાન પ્રવાસમાં મને ત્યાંના લોકોનો ટેક્નોલોજીમાં પણ ગ્રીન ટેકનોલોજીનો કોન્સેપ્ટ ગમ્યો, કારણકે આપણે હજુ ઘણાં પાછળ છીએ. ભારતના ફ્યુચર માટે આપણે અત્યારથી જ વિચારવું જોઇએ. તેથી 2017માં આ સ્ટાર્ટ -અપનો આઇડિયા આવ્યો. આજના દરેક ઘરમાં અને સ્માર્ટ સિટી માટે માથાનો દુખાવો જો કોઇ હોય તો તે કચરો છે, દરેક સ્માર્ટ સિટીને કચરાનો નિકાલ એક ખર્ચાળ લાયેબલિટી લાગે છે. આ સમસ્યાનું સમાધાન આપતાં અમે દરેક વેસ્ટને 'એસેટ' બનાવી છે.Join #MissionZeroWasteAmdavad. Http://onelink.to/m2fmcm અહીં તમે વેસ્ટના બદલામાં તમારી પસંદગીની વસ્તુ ખરીદી શકો છોલોકો જેને કચરો સમજીને ફેંકી દે છે તેમાંથી આ ટેક્નો મેને ઇનોવેટિવ વસ્તુઓ બનાવી છે. સાથે જ આ તમામ વસ્તુ ઇકો ફ્રન્ડલી છે. આ એપ પર તેમે વેસ્ટના બદલામાં તમારી પસંદની વસ્તુ ખરીદી શકો છો. જેમાં જયહિંદના પેંડાથી લઇને ખાખરા , વેફર, બુક્સ, ગિફ્ટ આઇટમ હોમ એક્સેસરી ખરીદી શકો છો. આ એપ પર રબર, પ્લાસ્ટિક, મેટલ પેકેજીંગ વેસ્ટ, ઇ- વેસ્ટની માર્કેટ કરતાં સારી બાય બેક વેલ્યુ મળે છે. જેથી લોકોને વેસ્ટની કિંમત મળે અને પર્યાવરણનું જતન પણ કરી શકાય. એપ પર વધુ લોકો જોડાય તે માટે અલગ અલગ સ્કીમ પણ રાખવામાં આવી છે. જેમાં 10 પ્લાસ્ટિકના રેપર સામે 100 રુપિયા રિટર્ન, 10 પાણીની બોટલ સામે 75 રુપિયા ઓફ આપે છે. તૂટેલા ફોનના પણ અહીં મળે છે 100 રુપિયા. આ એપના હાલમાં 10 હજારથી વધારે યુઝર્સ છે. તેમજ દર મહિને 2000થી વધુ નવા કસ્ટમર્સ જોડાય છે. પેકેજીંગ સાથે તેની કંપનીઓને પણ ઇન્વોલ્વ કરાઇમોટાં ભાગે શહેરોમાં ફૂડ પેકેજીંગનો વેસ્ટ સૌથી વધુ જનરેટ થતો હોય છે. આ સમસ્યાને દૂર કરવાં માટે આ પ્રોજેક્ટ સાથે દરેક પેકેજીંગ સાથે તેની કંપનીઓ પણ ઇન્વોલ્વ કરાઇ છે. જેથી વેસ્ટ મેનેજમેન્ટની સાથે કંપનીના કસ્ટમર્સ પણ જોડાય. કંપની માટે તેમના ગ્રાહકોના ફીડ બેક અને ઇમોશનલ એટેચમેન્ટ અને રિચ વધે છે. આ પ્રોજેક્ટમાં અત્યારે 35થી વધુ બ્રાન્ડ જોડાયેલી છે. આ તમામ બ્રાન્ડના ટોટલ પકેજીંગ મટિરીયલને રિસાયકલીંગ કરાય છે. જેમાં ગ્લાસ, બોટલ, પ્લસ્ટિક, પૂંઠા, રેપર તમામ વસતુઓ કસ્ટમર પાસેથી એકઠી કરીને તેને રિસાયકલ કરવામાં આવે છે. એન્વાયરન્મેન્ટલ સેવિંગ વેલ્યુ ચેક કરી શકો છોઆ માટે આ સ્ટાર્ટઅપનું એક અલાયદું સોફ્ટવેર પણ ડિઝાઇન કરાયું છે. જેમાં તમામ વસ્તુઓ પર તેની એન્વાયન્મેન્ટલ સેવિંગ વેલ્યુના કેલક્યુલેશનની જાણકારી પણ આપવામાં આવે છે. સાથે જ તેના પરના ક્યુઆર કોડને સ્કેન કરીને તેની બાય બેક વેલ્યુ પણ મેળવી શકાય છે. આ લોગો દરેક વસ્તુની લાઇફ અંગે પણ રિમાઇન્ડર આપે છે. જેથી લોકો પોતે જે વસ્તુ વાપરે છે,તેમાં તેઓ પ્રકૃતિને કેવી રીતે બચાવી રહ્યાં છે તે અંગે અવેર થાય તથા લોકો આ પ્રકારની વસ્તુઓના વપરાશ માટે વધુ પ્રેરાય.સાથે જ પર્યાવરણ જાળવણી માટેના વિડીયો પણ બનાવ્યાં છે. વેસ્ટ માંથી બનાવી આ ઇનોવેટિવ વસ્તુઓ ટાઇપ રાઇટરમાંથી બની ડાયરી ફોન અને લેપટોપની સર્કિટમાંથી બન્યા ફોટો ફ્રેમ અને પેન સ્ટેન્ડ આ સ્ટાર્ટ અપથી રોજના 500થી વધુ લોકોને રોજગારી મળે છેહાર્દિક શાહ પોતાના સ્ટાર્ટ -અપ વિશે વધુમાં કહ્યું કે, ' યુઝ ,ગીવ એન્ડ રિયુઝ્ડનો અમારો કોન્સેપ્ટ છે. જેમાં સર્ક્યુલર ઇકોનોમી પર ફોકસ કરાયું છે. મારા પત્ની ચિંતલ શાહ અમારી કંપનીમાં કો- ફાઉન્ડર છે. મારા આ કોન્સેપ્ટમાં મારા પરિવારનો ખૂબ સારો સપોર્ટ છે. મેં પર્યાવરણના જતનની શરૂઆત ઘરથી જ કરી છે. મારી ટીમમાં 12 મેમ્બર્સ જોડાયેલા છે. સાથે જ 20 ભાગીદારો તથા 50 જેટલાં ઉત્પાદનકર્તા પણ જોડાયેલાં છે. નવાં લોકો અને આઇડિયાને અમે હંમેશાં આવકારીએ છીએ. આ સ્ટાર્ટ અપથી રોજના 500થી વધુ લોકોને રોજગારી મળે છે. જેમાં વુમન એમ્પાવરન્મેન્ટ અંતર્ગત અંધકન્યા છાત્રાલય અને સેવા જેવી સંસ્થાની 200થી વધુ બહેનો પણ જોડાયેલી છે. સાથે જ ગામડાંઓમાં સ્કીલ ડેવલપમેન્ટના કેમ્પ કરીને તેમને આત્મનિર્ભર બનવામાં મદદ કરીએ છીએ.' ન્યુ કમર્સ માટે બિઝનેસ મંત્ર નવા સ્ટાર્ટ અપને એક સફળ સ્ટાર્ટઅપ તરીકે હાર્દિક શાહ અને ચિંતલ શાહે મંત્ર આપ્યો છે કે ,આ ક્ષેત્રમાં નવા આવનાર યંગસ્ટર્સ માટે મારું માનવું છે કે કોઇ પણ બિઝનેસ આઇડિયામાં હંમેશાં ફોક્સ રહો. તેમાં લોકોનો કોઇ પ્રોબ્લેમ સોલ્વ થવો જોઇએ. સ્પર્ધામાં ટકી રહેવાં જલ્દી સફળ થવા ઉતાવળ કરવાની જગ્યાએ કોઇ પણ બિઝનેસ માટે 3 વર્ષ સુધી રાહ જોવી જોઇએ. રિસર્ચ ડેવલપમેન્ટ અને સ્કીલ પર ફોક્સ કર્યા બાદ પ્રેક્ટિકલ નિર્ણય લેવો જોઇએ. હજુ પણ લોકોમાં જોઇએ તેટલી એવેરનેસ આવી નથી જોવાં મળતી જેના કારણે ઘણીવાર લોકોને કોન્સેપ્ટ સમજતા વાર લાગે છે. સાથે જ આવી પ્રોડક્ટના માર્કેટીંગ માટે પણ સારા બિઝનેસ એક્સપર્ટની જરૂર રહે છે. ફંડ રેઝીંગ માટે પણ સ્ટ્રેટેજી રાખવી જરુરી છે. હાલમાં અમદાવાદમાં સફળ થયા બાદ ક્રમશ: રાજકોટ, સુરત, ભરુચ, સુરત, રાજકોટ જેવાં ટાઉન સિટીના લોકોને જોડવામાં આવશે. ત્યારબાદ મેટ્રો સિટીના લોકોને આ કોન્સેપ્ટમાં જોડવામાં આવશે.