હજુ ગઈકાલે જ અમદાવાદમાંથી રાત્રિ કર્ફ્યુ હટાવાયો ... ગંગુબાઇ અંદાજમાં- ' કમાઠી પૂરા મેં કભી અમાવસ્યા કી રાત નહીં હોતી...ક્યું કી યહાં ગંગુ રહેતી હૈ.... આજે અમદાવાદનો બર્થ- ડે છે તો, આજ સ્ટાઇલમાં કહેવાનું મન થાય , 'અમદાવાદ મેં ભીં કભીં અમાવસ્યા કી રાત નહીં હોની ચાહિયે...ક્યું કી યહાં ફિલ્મી લવર્સ રહેતે હૈ...' કોરોના કાળના 2 વર્ષ કરતાં વધુ સમય બાદ ફરી એક વાર આપણાં અમદાવાદમાં મિડનાઇટ મૂવીની મજા માણી તે અહેસાસથી હાશકારો થયો. ગમતાનો ગુલાલ હોય એમ 'ગુજરાત ફર્સ્ટ' પરિવારના 200થી વધુ કર્મચારીઓએ તેમના પરિવારજનો સાથે અમદાવાદના વાઇડ એંગલ થિયેટરમાં 'ગંગુબાઇ કાઠિયાવાડી' ફિલ્મ જોવાનો લહાવો માણ્યો. તમામ ફિલ્મી લવર્સ માટે આ એક ગમતી ગિફ્ટ રહી. ગમતાં લોકો સાથે થિયેટરમાં લેટ નાઇટ એક સાથે ફિલ્મ જોવીએ ખૂબ સારો મોકો રહ્યો.ગરબા ડાન્સ રામલીલાના 'નગારા' સોંગની કોપીપરંતુ ફિલ્મ ક્રિટિક્ટની નજરે જોઇએ તો સંજય લીલા ભણસાલીના આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નબળી પુરવાર થઇ રહી છે. કાઠિયાવાડી ગંગુબાઇના અંદાજમાં આલિયાનું કેરેક્ટર ફિલ્મનું સબળ પાસું છે. પણ સંજય લીલા ભણસાલીના ઓવરઓલ ફૂલ ટુ એન્ટરટેટમેન્ટ પેકેજ આપવામાં માહિર 'ધ સંજયલીલા ભણસાલી ફિલ્મ'ની ઇમેજ બનાવવામાં 'ગંગુબાઇ કાઠિયાવાડી' ખૂબ ઉણી ઉતરતી જોવા મળે છે.જેમની ગણતરી ઇન્ડિયાના બેસ્ટ સિનેમોટોગ્રાફરમાં થાય છે, પરંતુ અહીં આ છાપમાં ભણસાલી બીબાંઢાળ ફિલ્મ મેકર લાગી રહ્યા છે. ફિલ્મની શરુઆત જ નબળી લાગે છે. ફિલ્મ શરુ થતાં જ રમણીક(વરુણ કપૂર) અને ગંગાનો ગરબા ડાન્સ અને કેમેસ્ટ્રી રામલીલાના નગારા સોંગ અને સીનની અદ્લ કોપી જ લાગે છે.ડિરેક્ટર બધાં પાત્રોને જસ્ટીફાઇ ન કરી શક્યાઆલિયા ચોક્કસ દમદાર દેખાય છે, પરંતુ ભણસાલી ક્યાંકને ક્યાક આ વાર્તામાં રહીમ લાલા( અજય દેવગણ), મૌસી,રઝિયા બાઇ(વિજય રાજે) જેવા અનેક પાત્રોના લાઇફ સ્કેચને વધુ સારી રીતે ફિલ્મી પડદે જસ્ટિફાઇ કરી શક્યાં હોત, રહીમ લાલા અને રઝિયાનું પાત્ર ઓછી ક્ષણોમાં વધુ પ્રભાવશાળી લાગે છે. પરંતુ ભણસાલી ફિલ્મને પુસ્તકની જેમ ચલાવતા હોય તેવું લાગે છે. વાર્તાની નાયકાનું દર્દ તેના જીવનના દરેક પડકાર બુક્સના પ્રકરણની જેમ આગળ વધતા નજરે પડે છે, જ્યારે ફિલ્મમાં ઘણું બધું હતું જેને છે વધુ સારી રીતે ફિલ્મે પડદે લાવી શકાયું હોત - જેમ કે ગંગુ કેવી રીતે કમાઠીપુરાની મહિલાઓ માટે કાર્યકર્તા કેવી રીતે બની, શહેરના અંડરવલર્ડ સાથેનો સંપર્ક અને તેણીની રાજકીય મહત્વાકાંક્ષાઓ - અમે હજી પણ તેના બાકીના પાસાં દર્શાવવામાં ફિલ્મ ઉણી ઉતરી છે. ગણિકાના જીવનના વલોપાતમાં પણ ગંગુ દર્શકોને ચોક્ક્સ હસાવશેજોકે ફિલ્મમાં ભણસાલીએ પોતાની શૈલીમાં કેટલીક સુંદર સિનેમેટોગ્રાફીની હ્રદયદ્રાવક ક્ષણો તમને પકડી રાખે છે. જેમ કે ગંગા માંથી ગંગુ બાઇની એક રાતની વાત હોય કે એક ગણિકાને પ્રેમ કરવાનો કે લગ્ન કરવાનો સામાજિક અધિકાર ન મળ્યો તે વલોપાત હોય, 12 વર્ષ બાદ ગંગુબાઇની ફોન પર માતા સાથેની વાતચીત હોય. તે 30 સેકન્ડની વાત અને ગંગુનું દર્દ ખરેખર લાજબાબ છે. ફિલ્મના ઘણાં સીનમાં લાઇટિંગ અને ડાયલોગ ગ્રાફ અને કેમેરાની કમાલ સાથે બખૂબી ફિલ્માવાયા છે. ગણિકાના જીવનના વલોપાતમાં પણ ગંગુ દર્શકોને ક્યાંકને હસાવતી જોવાં મળે છે. ગંગુનું ભાષણ આપતી ગંગુ હોય કે રહીમ લાલા સામે શરીર પરના અને આત્મા પરના ધા દર્શાવતી ગંગુ હોય જે ફરી એકવાર ભણસાલીએ પુરવાર કર્યું છે કે ભણસાલીની ફિલ્મની નાયિકાઓ લડાકુ, ગંભીર અને દમદાર જ સાબિત થશે. જો કે, કથા ગંગુના જીવન સિવાય આસપાસના કોઈ પણ પાત્રોમાં ઊંડાણપૂર્વક ફિલ્મમાં દર્શાવયા નથી. મ્યુઝિક દર્શકો ચોક્કસ નિરાશ કરશેદિવાલો પર પ્લાસ્ટર કરાયેલા તે સમયના મૂવી પોસ્ટરો અને અભિનેતાના ચિત્રો દ્વારા ફિલ્મમાં ડિરેક્ટર ભૂતકાળના ફિલ્મી યુગની સુંદર યાદ અપાવે છે. ભણસાલીના ફિલ્મ કરતાં પણ તેની ફિલ્મના ગીતો દર્શકોમાં વધુ આકર્ષણ જમાવતા હોય છે. આવી આશાએ આવેલાં દર્શકો ચોક્કસ નિરાશ થશે. 'ઢોલીડા' સિવાયનું એકપણ ગીત બહુ દમદાર નથી. ભલે ગંગુ આ બધાની વચ્ચે સફેદ રંગની દ્રષ્ટિની જેમ ઉભી હોય પણ અંતે તો નબળી પુરવાર થાય છે. એમ પણ કોરોના બાદ ઓટીટીના સમયમાં થિયેટર્સ ઓલરેડી સ્લિવર સ્ક્રીનની રોનકને પાછી લાવવા ઝઝૂમી રહ્યાં છે ત્યારે એક દર્શક તરીકે થિયેટરમાં રિલીઝ થતી ફિલ્મોને ચોક્કસ ન્યાય આપવો જોઇએ. આલિયાના લૂક અને એક્ટિંગ માટે એક વાર ચોક્કસ થિટેટરમાં જઇને જોઇ શકાય તેવી ફિલ્મ.