રાજ્યમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, 70 તાલુકાઓમાં વરસ્યો વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. રવિવારે રાત્રે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડ્યો હતો. રવિવારે રાજ્યના 70 તાલુકાઓમાં વરસાદ પડયો હતો. રાજ્યમાં મેઘમહેરની શરુઆત થઇ ચુકી છે. વિવિધ વિસ્તારોમાં રવિવારે દિવસે અને રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડયો હતો, જેથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ હાશકારો અનુંભ
Advertisement
ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. રવિવારે રાત્રે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડ્યો હતો. રવિવારે રાજ્યના 70 તાલુકાઓમાં વરસાદ પડયો હતો.
રાજ્યમાં મેઘમહેરની શરુઆત થઇ ચુકી છે. વિવિધ વિસ્તારોમાં રવિવારે દિવસે અને રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડયો હતો, જેથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ હાશકારો અનુંભવ્યો હતો અને મેઘરાજાની પધરામણીને આવકારી હતી.
રવિવારે રાજ્યમાં સૌથી વધુ વરસાદ મહીસાગર જીલ્લાના સંતરામપુરમાં પડયો હતો. સંતરામપુરમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ઉત્તર અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો હતો. ઠેર ઠેર વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા ધોધમાર વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષો પડવાના તથા હોર્ડિંગ્સ તૂટી પડવાના બનાવો નોંધાયા હતો. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ હતી.
અમદાવાદમાં પણ રવિવારે રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો અને સોમવારે આજે પણ ભારેથી હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રવિવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં પશ્ચિમ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં તથા પૂર્વ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે અર્ધો ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તાર ઉપરાંત મણિનગર, હાટકેશ્વર, રાણીપમાં વરસાદ વરસ્યો હતો. રસ્તા પર ગાબડાં પડતાં રાત્રે હાટકેશ્વર બ્રીજ બંધ કરાયો હતો. ઠેર ઠેર રસ્તા જળબંબાકાર થતાં અનેક સ્થળોએ ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.


