આગામી રવિવારે યોજાનાર બિન સચિવાલયની પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂક રાખવાનો નિર્ણય લેવાતા પરિક્ષાર્થીઓ અને વિરોધપક્ષ આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે. ત્રીજી વાર મોકૂક રહેલ પરીક્ષાઓને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે આ પરીક્ષાઓની તારીખ 4 વર્ષ પહેલાં નક્કી કરવામાં આવી હતી..સૌ પ્રથમ લાયકાતમાં ફેરફાર લાવવામાં આવ્યા બાદ પરીક્ષા પેપર ફૂટતા સમય લંબાયો અને હજી પણ સમય લંબાઈ રહ્યો છે. સાથે જ જગદીશ ઠાકોરે સી.આર.પાટીલના નિવેદનને ટાંકતા જણાવ્યું કે, પાટીલે એકવાર કહ્યું હતું કે, ભાજપના કાર્યકરોને નોકરી આપવામાં આવે. જેને પરીક્ષા રદ થવા સાથે જોડી શકાય. વિભાગ કહી રહ્યો છે કે વહીવટી કારણોથી પરીક્ષા રદ કરવામાં આવી. જો કે સોશિયલ મીડિયા પર વહીવટ થાય પછી પરીક્ષા લેવાશેના મેસેજ વહેતા થયા છે. હવે આ પરીક્ષાના પરિણામો ચૂંટણીના 2 મહિના પહેલા લેવાશે. એમાં પણ કોંગ્રેસના નેતાઓને કોંગ્રેસ છોડશો તો તમારા દીકરાને સરકારી નોકરી આપવાની લોભામણી સ્કીમ શરૂ કરશે એમ વધુ એક વખત પરીક્ષા રદ્દ થતા કોંગ્રેસે સરકાર અને ભાજપને આડે હાથ લીધા