ફેબ્રુઆરી મહિનો અલગ અલગ ડે લઈને આવે છે. વેલેન્ટાઇન વીકમાં યંગસ્ટર્સ અલગ-અલગ ડે ની ઉજવણી કરતા હોય છે ત્યારે હવે આ દેખાદેખીની અસર સગીરો પર પણ પડી છે. માતા પિતાઓને સતર્ક કરતો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરના અડાલજમાં ચોકલેટ ડે ના દિવસે ફ્રેન્ડસને ચોકલેટ આપવા માટે સગીરાએ પીગી બેંકમાંથી પૈસા લઈને માતાપિતાની જાણ બહાર ચોકલેટો લાવી હતી જેથી માતા-પિતાએ ઠપકો આપતા સગીરા ઘર છોડીને નીકળી ગઈ હતી. માતાપિતાની ફરિયાદના આધારે પોલીસે સગીરાનું તેના માતા-પિતા સાથે મિલન કરાવ્યું છે.સગીરાએ ઘર છોડ્યુંઅડાલજ માં રહેતી 13 વર્ષની સગીરા 11 તારીખે સાંજે ટ્યુશનમાં જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જોકે થોડી વાર બાદ ટ્યુશનનો ટાઈમ થવા છતાં પણ ટયુશનમાં ન પહોંચતા તેના ટીચરે તેના માતા પિતાને ફોન કર્યો હતો. જેથી તેના માતાપિતાએ આસપાસમાં તપાસ કરી હતી .પણ તેમ છતાં તે ના મળતાં આખરે અડાલજ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરીપોલીસને ફરિયાદ મળ્યા બાદ તુરંત જ પોલીસ એલર્ટ થઇ ગઇ હતી.આસ પાસના CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.સગીરાની સોસાયટીની આજુબાજુના સીસીટીવી તપાસતા તે રિક્ષામાં બેસતી જોવા મળી હતી. જોકે ત્યારબાદ આગળ ક્યાં ગઈ તેની શોધખોળમાં પોલીસ લાગી રહી હતી.'ચોકલેટ ડે' પર માતા-પિતાએ આપ્યો હતો ઠપકોઅચાનક સગીરાની માતાના ફોન પર એક રિંગ રણકી હતી, જેમાં ઘરેથી ચાલી ગયેેલી દીકરી જ હોવાનું માલુમ પડ્યું હતું. દીકરીએ કહ્યું કે 'તે અત્યારે અખબારનગર છે અને બીઆરટીએસ બસમાં બેસીને ઘર તરફ પાછી આવી રહી હોવાનું કહ્યું હતું'. ત્યારબાદ સગીરાના માતા પિતાએ પોલીસને આ અંગે જાણ કરતાં પોલીસ પણ વિસત સર્કલ પહોંચી હતી અને ત્યાંથી આ બાળકી મળી આવી હતી.પોલીસે ઘરે થી શા માટે નીકળી ગઈ તે અંગે પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું 'ચોકલેટ ડે'ના દિવસે એની પીગી બેંક માંથી ફ્રેન્ડ્સને ચોકલેટ આપવા માટે પૈસા લેતાં તેના માતા-પિતાએ ઠપકો આપ્યો હતો. મનમાં લાગી આવતાં તે ઘરેથી પિગી બેંકમાંથી વધારે પૈસા લઈને ઘરેથી નીકળી ગઈ હતી. અખબારનગર સુધી પહોંચતા તે ડરી ગઇ હતી. દીકરીને પાછું ઘરે જવું હોવાથી તેણે માતાને ફોન કર્યો.પોલીસે સગીરાનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.