રાજ્યમાં રમત-ગમતને આગળ વધારવા માટે ખેલમહાકૂંભનું આયોજન કરવામાં આવે છે.રમત-ગમત ક્ષેત્રે વિશિષ્ઠ કૌશલ્યને વેગ આપવા તેમજ ઉત્તેજન આપવા માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય રમતવીરોને રમત-ગમત માટે માળખાગત સુવિધાઓ પુરી પાડવા રમત-ગમત ક્ષેત્રમાં ગુણવત્તા વધે તે હેતુથી ખેલ મહાકૂંભનું આયોજન કરવામાં આવે છે. પરંતુ બીજી તરફ રમત ગમતને લઈને આંકડાઓ ચોંકાવનારા છે.રાજ્યની કુલ 9000 શાળાઓ છે જે પૈકી 7000 સરકારી પ્રાથમિક શાળા અને 2000 ખાનગી શાળામાં મેદાન નથી. અમદાવાદની ખાનગી 700 કરતા વધુ શાળાઓ મેદાન વગરની છે. અમદાવાદની 68થી વધુ સરકારી શાળાઓ મેદાન વગરની છે. આમ, અમદાવાદમાં 40 ટકા ખાનગી સ્કૂલોમાં મેદાન નથી.આ ઉપરાંત સ્કૂલમાં વ્યાયામ શિક્ષકો જ નથી.એક તરફ એથ્લેટીક્સની વાતો બીજી તરફ મેદાન વગરની શાળાઓ છે. વર્ષ 2009થી રાજ્ય સરકારે વ્યાયામ વિષયનો છેદ જ ઉડાવી દીધો હતો. શાળામાં વ્યાયામ શિક્ષક પહેલા કસરત કરાવે પછી બાળકો ક્લાસમાં જતા હતા. વ્યાયામ શિક્ષકની જવાબદારી વિદ્યાર્થીઓમાં ડિસીપ્લીનની પણ હતી. આજે ગુજરાતની સ્કૂલોમાં વ્યાયામ શિક્ષકો જ નથી. મોદી સાહેબનું સ્વપ્ન હતું કે, ખેલો ગુજરાત. આજે શિક્ષક જ નથી તો ગુજરાત ખેલશે કઈ રીતે તે પણ કેમ પ્રશ્ન છે.અમદાવાદમાં 40 ટકા સ્કૂલો પાસે મેદાન નથી. અમદાવાદની 85 ટકા સ્કૂલો પાસે વ્યાયામ શિક્ષક જ નથી. ખેલ મહાકુંભ વચ્ચે સ્કૂલોમાં વ્યાયામ લેક્ચર લેવાતા નથી. ખેલ મહાકુંભ પહેલા મેદાન અને શિક્ષકની જરૂર છે. સરકારે સ્કૂલો માટે મેદાન વિશે વિચારવાની જરૂર છે. મેદાન વગર વિદ્યાર્થીઓને રમત ગમતના કૌશલ્ય કેવી રીતે મળે તે મોટો પ્રશ્ન છે. આજે ધીમે ધીમે વ્યાયામનું નામ ભૂસ્યું છે. શાળાઓમાં મેદાન નથી, વ્યાયામ શિક્ષક નથી , વ્યાયામ કોલેજો બંધ થઈ ગઈ છે. વર્ષ 2009 પછી વ્યાયામ શિક્ષકોની ભરતી પણ બંધ થઈ ગઈ છે. સીપીએડ અને બીપીએડ કોલેજો જ બંધ થઈ ગઈ છે.