રાજ્યમા સ્કૂલોના આચાર્યોને ઇજાફાનો લાભ ન મળતા શિક્ષક આચાર્ય બનવા તૈયાર નથી. હાલ રાજ્યમાં ગ્રાન્ટ ઇન સ્કૂલોમાં 1600 જગ્યાઓ ખાલી છે. શિક્ષકને આચાર્ય બનવા માટે HMATની અઘરીપરીક્ષા પાસ કરવી પડે છે. પરંતુ સરકાર દ્વારા આચાર્યને ઇજાફાનો લાભ આપવામાં આવતો નથી.જૂની પદ્ધતિમાં આચાર્યને એક ઇજાફાનો લાભ મળતો હતો, પરતું 2009 બાદ તેને રદ્દ કરી દેવામાં આવતા શિક્ષકોની સ્થિતિ દયનીય બની છે. જેને લઈને તમામ લાભો આપવા માટે આચાર્ય સંઘ દ્વારા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરાઈ છે. આચાર્ય સંઘનું કહેવું છે કે, આચાર્ય બન્યા પછી તેને લેકચર લીધા બાદ અનેક વહીવટીકાર્ય કરવા પડે છે. જેને કારણે આચાર્ય ઇજાફાનો હક્કદાર છે.