VADODARA : "જૂથબંધી સુલઝાવીશું, સંગઠન મજબુત કરીને લોકો વચ્ચે જઇશું" - રામ કિશન ઓઝા
VADODARA : ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ના સેક્રેટરી અને મધ્ય ગુજરાતના પ્રભારી રામ કિશન ઓઝા (CONGRESS RAM KISHAN OZA - VADODARA VISIT) બે દિવસથી વડોદરાની મુલાકાતે છે. આગામી વર્ષે યોજાનાર પાલિકાની ચૂંટણી જૂથબંધીથી પીડિત વડોદરા શહેર કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન તેમણે વડોદરા પાલિકાના સાશકોને આડેહાથ લીધા હતા. સાથે જ વડોદરા શહેર કોંગ્રેસની જૂથબંધીને સ્વિકારીને તેને સુલઝાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આગામી રણનિતી અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી
આગામી વર્ષે ગુજરાતમાં મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાવવા જઇ રહી છે. ત્યારે ભાજપમાં સંગઠનનું નવું માળખું રચવાનું કાર્ય અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. ત્યારે જૂથબંધીથી પીડિત વડોદરા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓમાં પ્રાણ ફૂંકવા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી અને મધ્ય ગુજરાતના પ્રભારી રામ કિશન ઓઝા બે દિવસથી વડોદરાની મુલાકાતે છે. અને વોર્ડ કક્ષાએ કાર્યકર્તાઓ તથા નેતાઓ-અગ્રણીઓને મળીને આગામી રણનિતી અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી રહી છે.
તેઓ મોઢું સંતાડીને બેઠા રહ્યા હતા
રામ કિશન ઓઝાએ જણાવ્યું કે, વિતેલા બે દિવસથી મારા અને શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોષી તથા વિરોધ પક્ષના નેતા સાથે મળીને કાલ સવારથી વોર્ડના અધ્યક્ષ, કાર્યકર્તા તથા અન્ય સાથે સાર્થક ચર્ચા થઇ છે. આવનારી ચૂંટણીમાં વિશ્વામિત્રી નદીમાં પૂર સમયે કાર્યકર્તાઓએ લોકો વચ્ચે જઇને જે રીતે લોકોન મદદ કરી છે, તે માટે તેમનો ધન્યવાદ. અને જે રીતે 30 વર્ષોથી સત્તાભોગવનાર પક્ષ, જ્યારે જનતા તકલીફમાં હતી. તે સમયે તેઓ મોઢું સંતાડીને બેઠા રહ્યા હતા. અમારા કાર્યકર્તાઓએ યથશક્તિ મદદ કરી છે.
તે પૈસા ક્યાં ગયા, તેનું પાલિકાને પુછીશું
વધુમાં જણાવ્યું કે, જુથબંધી દરેક જગ્યાએ હોય છે. પારિવારીક લડાઇ હોય, ત્યારે પરિજનો બેસીને સમજાવશે. સમજાવીને સુલઝાવીશું. આવનાર સમયમાં સંગઠનને મજબુત કરવા, જનતા વચ્ચે જવું, લોકોને સ્પર્શતા મુદ્દાઓ, ભાજપ હજારો કરોડનુ્ં બજેટ દર વર્ષે લાવે છે, તેનો ખર્ચ ક્યાં થાય છે, તેના પર અમે ધ્યાન આપીશું. પાછલા પાંચ વર્ષમાં પૈસા આવ્યા છે, પાલિકાએ જનતા માટે ખર્ચ કરવાનો હતો, પાયાની સુવિધા માટે ખર્ચ કરવાનો હતો, તે પૈસા ક્યાં ગયા, તેનું પાલિકાને પુછીશું તથા જનતા વચ્ચે જઇને જો અમે સત્તામાં આવ્યા તો પૈસા કેવી રીતે ખર્ચ કરીશું તે જનતા વચ્ચે ઘોષણાપત્રમાં લઇ જઇશું.
અહિંયા તો પાણી સાફ નથી આવતું
આખરમાં જણાવ્યું કે, અમે કાર્યકર્તાઓ સાથે તાલમેલ બેસાડીશું, પારિવારીક મામલા સુલઝાવીશું અને જનતા વચ્ચે જઇને મત માંગીશું. ભાજપના સાશનમાં ઘણા લોકો સાથે અન્યાય થયો છે. ટેક્સ લીધા બાદ પણ લોકોને પાયાની સુવિધાઓ નથી મળી રહી. કોંગ્રેસે પોતાના સાશનકાળમાં ક્યારે આવું નથી કર્યું. અહિંયા તો પાણી સાફ નથી આવતું, પહેલા બે ટાઇમ પાણી આવતું હતું, હવે એક જ ટાઇમ પાણી આવે છે. અમારા સાશનનમાં રૂ. 175 માં પાણી મળતું હતું. આજે રૂ. 2 હજારમાં પણ પાણી મળતું નથી. આ દેશની લડાઇ નથી, આપણા શહેરની લડાઇ છે. મોદી ને જોઇને જનતાએ વોટ આપ્યો છે, અને તેમના લોકો જનતાને પાયાની સુવિધાઓ તોડવાની કાર્યવાહી કરી રહ્યા છે, હું ચાહું છું કે મોદી તેમની સામે કાર્યવાહી કરે, આવા લોકોને પાર્ટીમાંથી બેદખલ કરે.
આ પણ વાંચો -- Operation Asur બાદ વડોદરા ગ્રામ્ય LCB નો સપાટો, "પુષ્પા" સ્ટાઇલ દારૂની હેરાફેરી નાકામ