ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વડતાલમાં અખિલ ભારતીય સંત સમિતિની  કાર્યકારિણી મળી, 500થી વધુ સંતો, મહંતો ઉપસ્થિત 

અહેવાલ---કૃષ્ણા રાઠોડ, નડિયાદ ભગવાન સ્વામિનારાયણના તીર્થરાજ વડતાલમાં અખિલ ભારતીય સંત સમિતિ,ગુજરાત પ્રદેશની કાર્યકારિણી મળી હતી.જેમાં પદ્મશ્રી  સચીદાનંદજી મહારાજ,અવિચલ દાસજી મહારાજ,અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય સચિવ રાધે..રાધે બાબા,ચૈતન્ય  શંભુ મહારાજ, આણદા બાબા આશ્રમના દેવીપ્રસાદજી મહારાજ,મણિનગર સ્વામિનારાયણ મંદિરના પ્રતિનિધિ સંતો,આનંદતીર્થ  સ્વામી,સાણંદ,મહામંડલેશ્વર મહાદેવગીરીજી...
05:05 PM Jun 03, 2023 IST | Vipul Pandya
અહેવાલ---કૃષ્ણા રાઠોડ, નડિયાદ ભગવાન સ્વામિનારાયણના તીર્થરાજ વડતાલમાં અખિલ ભારતીય સંત સમિતિ,ગુજરાત પ્રદેશની કાર્યકારિણી મળી હતી.જેમાં પદ્મશ્રી  સચીદાનંદજી મહારાજ,અવિચલ દાસજી મહારાજ,અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય સચિવ રાધે..રાધે બાબા,ચૈતન્ય  શંભુ મહારાજ, આણદા બાબા આશ્રમના દેવીપ્રસાદજી મહારાજ,મણિનગર સ્વામિનારાયણ મંદિરના પ્રતિનિધિ સંતો,આનંદતીર્થ  સ્વામી,સાણંદ,મહામંડલેશ્વર મહાદેવગીરીજી...
અહેવાલ---કૃષ્ણા રાઠોડ, નડિયાદ
ભગવાન સ્વામિનારાયણના તીર્થરાજ વડતાલમાં અખિલ ભારતીય સંત સમિતિ,ગુજરાત પ્રદેશની કાર્યકારિણી મળી હતી.જેમાં પદ્મશ્રી  સચીદાનંદજી મહારાજ,અવિચલ દાસજી મહારાજ,અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય સચિવ રાધે..રાધે બાબા,ચૈતન્ય  શંભુ મહારાજ, આણદા બાબા આશ્રમના દેવીપ્રસાદજી મહારાજ,મણિનગર સ્વામિનારાયણ મંદિરના પ્રતિનિધિ સંતો,આનંદતીર્થ  સ્વામી,સાણંદ,મહામંડલેશ્વર મહાદેવગીરીજી મહારાજ, વિશ્વહિન્દુ પરિષદના ડો.કૌશિકભાઈ વગેરે અનેક સંતો, મહંતોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની દીપ પ્રાગટય કરી આ કાર્યકારિણી બેઠકમાં  હિન્દૂ સમાજનું માર્ગદર્શન કરી આશીર્વાદ આપ્યા હતા.
સંસ્થા ધર્મધિનિષ્ઠ સરકારનું સમર્થન કરે છે
આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ નૌતમ સ્વામીએ હિન્દૂ સમાજને જન જાગરણ માટે આહવાન કરતા જણાવ્યું હતું કે, અખિલ ભારતીય સંત સમિતિ એ રાષ્ટ્ર રક્ષા,હિન્દૂ ધર્મ રક્ષા, ગૌરક્ષા માટે કામ કરતી સમર્પિત સમિતી છે.આ સંસ્થા ધર્મધિનિષ્ઠ સરકારનું સમર્થન કરે છે.25  વર્ષ પહેલાં ગુજરાતમાં સ્ટેબિંગનું રાજ હતું. નિર્દોષ નાગરિકો પર એસિડ હુમલા થતા હતા..આજે એ બધું  જ ભૂતકાળ બની ગયું છે.ગુજરાતની ધર્મધિનિષ્ઠ સરકારને સંત સમાજનો ટેકો છે ગુજરાત સમગ્ર રાષ્ટ્ર માટે રોલમોડેલ બનતું જાય છે.
હિન્દુ જન જાગરણ લાવવા અપીલ
તેમણે કહ્યું કે વર્તમાન ગુજરાત સરકારે બેટ દ્વારકામાં બીનઆધિકૃત દબાણોનો સફાયો કરી બેટ દ્વારિકાને મજારે શરીફ બનતા અટકાવી છે. ભગવદગીતા એ હિન્દૂ ધર્મનો પ્રાણ છે. તેમાં માનવમાત્રનો સંદેશો છે.જેને શાળાના અભ્યાસક્રમમાં પ્રવેશ કસરાવવાનો જે નિર્ણય કર્યો છે.જેને સંત  સમાજનો ટેકો છે. લવ જેહાદની ઘટનાઓ સામે હિંદુ સમાજની દીકરીઓના માતાપિતાને પોતાની દીકરીઓ સંતાનોને હિન્દૂ ધર્મનું શિક્ષણ  સહિત સંસ્કાર આપવા અને એ દિશામાં હિન્દુ જન જાગરણ લાવવા અપીલ કરી હતી.આ દેશમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે આપણે ગર્વ સે કહો હમ હિન્દૂ હૈ બોલી શકાતું નહોતું . કોંગ્રેસના મુખીયાઓ હજુ પણ  મુસ્લિમ  તૃષ્ટીકરણ કરવાના નિવેદનો કરે છે. હિન્દૂ ધર્મના સંસ્કારો પૈકી લગ્ન એ પવિત્ર સંસ્કાર છે ત્યારે હિન્દૂ ધર્મ આધારિત લગ્ન સંસ્થાના જતન માટે પણ અખિલ ભારતીય સંત સમિતિ કટિબદ્ધ છે. મા ગંગાના ગૌરવ   અને જતન માટે પણ આ સંસ્થા કટિબદ્ધ છે. ગુજરાતમાં અખિલ ભારતીય સંત સમિતિ એક મજબૂત  સંસ્થા તરીકે ઉભરી છે.જેના દ્વારા ઠેર  ઠેર  હિન્દૂ ધર્મ સેનાની રચના કરાઈ છે.આ બેઠકમાં વિધાનસભામાં સંત સમાજનું  પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય ડી કે  સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પણ વાંચો---ઝાલોદમાં તકરાર ઉગ્ર થતાં જમાઇએ કરી સાસુની હત્યા 
Tags :
Akhil Bharatiya Sant SamitiVadtal
Next Article