ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ambaji : સુરક્ષા માટે 332 થી વધુ CCTV, 5000 પો. જવાનો તૈનાત રહેશે, 1500 સફાઈ કામદારો 7 દિવસે ખડેપગે

1500 જેટલા સફાઈ કામદારો અલગ અલગ શિફ્ટમાં અંબાજી ખાતે સફાઈ અભિયાનમાં સાત દિવસ-રાત ખડેપગે રહેશે.
12:16 AM Aug 27, 2025 IST | Vipul Sen
1500 જેટલા સફાઈ કામદારો અલગ અલગ શિફ્ટમાં અંબાજી ખાતે સફાઈ અભિયાનમાં સાત દિવસ-રાત ખડેપગે રહેશે.
Ambaji_Gujarat_first
  1. માઇભકતોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન : કલેકટર મિહિર પટેલ
  2. મેળામાં પોલીસ વિભાગ "ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન" તરીકે કામ કરશે : SP પ્રશાંત સુમ્બે
  3. 5000 કરતા વધુ જવાનો મેળાની સુરક્ષામાં તૈનાત, 332 થી વધુ કેમેરાથી સમગ્ર મેળાનું મોનિટરિંગ
  4. દર્શન, ભોજન, વિસામો, પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે જિલ્લા કક્ષાની 29 સમિતિઓ કાર્યરત

Ambaji : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર અંબાજી ખાતે 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો (Bhadravi Poonam Maha Mela 2025) શરૂ થઇ રહ્યો છે ત્યારે મેળાના સુચારું આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામા આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવાનું આયોજન

આ પત્રકાર પરિષદમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખાં, સફાઈ ,પાણી, ટોઇલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ 29 જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવાઈ છે. જિલ્લા વિકાસ અધિકારી સફાઈ માટે ખાસ નિયુક્ત કરવામાં આવ્યા છે. 1500 જેટલા સફાઈ કામદારો અલગ અલગ શિફ્ટમાં અંબાજી ખાતે સફાઈ અભિયાનમાં સાત દિવસ-રાત ખડેપગે રહેશે.

આ પણ વાંચો- Baroda Dairy : ભાવફેર મુદ્દે કલેક્ટર ઓફિસે બેઠક, ચેરમેન દિનેશ પટેલ અને MLA કેતન ઇનામદાર વચ્ચે ચેલેન્જ વોર!

પોલીસ વિભાગ "ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન" તરીકે કામ કરશે : SP પ્રશાંત સુમ્બે

SP પ્રશાંત સુમ્બેએ મેળામાં પોલીસ વિભાગ (Banaskantha Police) દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડતાં જણાવ્યું હતું કે, આ વખતે મેળામાં સુરક્ષા માટે 3 લેયરમાં કામ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા, શાંતિ, પદયાત્રીઓ દર્શન કરી શકે તે માટે પોલીસ વિભાગ "ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન" તરીકે કામ કરશે. 5000 જેટલા જવાનો 2 શિફ્ટમાં ફરજ બજાવશે. ડુંગરાળ વિસ્તારમાં ઘોડે સવાર પોલીસ જવાનો ફરજ બજાવશે. ખાસ ટીમો CCTV નું મોનિટરિંગ કરશે. મહિલાઓ માટે 'શી' ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો- માતર બાદ કઠલાલ-કપડવંજના પૂર્વ BJP MLA કનુ ડાભીનો લેટર બૉમ્બ : ભાજપ અને સરકાર સામે ગંભીર આક્ષેપ

Ambaji મેળામાં 2 દિવસ ડ્રોન શોનું પણ આયોજન

મંદિરનાં વહીવટદારે મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, દર્શનની વ્યવસ્થા સાથે મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એનાઉન્સ માટે સાઉન્ડ સિસ્ટમ, મેળાની સુંદરતા માટે લાઇટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ, ભોજન, દર્શન અને વિસામો એમ તમામ પ્રકારે મુસાફરોની સુવિધાઓ સચવાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં 2 દિવસ ડ્રોન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માઈ ભક્તો માટે 4 જેટલા ભોજનાલય પણ 7 દિવસ ચાલુ રહેશે.

આ પણ વાંચો- જામનગરમાં આંગણવાડી વર્કર ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આરોપ કેમ? કોંગ્રેસનો હોબાળો, અધિક કલેક્ટરને આવેદન

Tags :
AmbajiBanaskanthaBanaskantha District Development OfficersBanaskantha PoliceBhadravi Poonam Maha Mela 2025GUJARAT FIRST NEWSSecurity and SafetySP Prashant SumbayeTop Gujarati News
Next Article