ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

AMBAJI : માગશર સુદ પૂનમે અંબાજી મંદિરમાં ભક્તોનુ ઘોડાપુર, ભક્તો ધજા લઇને મંદિરમાં પહોચ્યાં

અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આજે માગશર પૂનમ હોય અને 2023 ની છેલ્લી પૂનમ હોય મોટી...
10:53 AM Dec 26, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આજે માગશર પૂનમ હોય અને 2023 ની છેલ્લી પૂનમ હોય મોટી...
અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આજે માગશર પૂનમ હોય અને 2023 ની છેલ્લી પૂનમ હોય મોટી સંખ્યામાં ભક્તો માતાજીના મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરના ચાર ચાર ચોકમાં બોલ મારી અંબે જય જય અંબેનો નાદ સાંભળવા મળ્યો હતો અને ભક્તો હાથમાં ધજા લઈને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા.
અંબાજી મંદિરમાં રવિવારે ,આઠમ અને પૂનમે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે, ત્યારે આજે પૂનમ હોઈ અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા.હાલમાં નાતાલનું અને 31નું વેકેશન ચાલતુ હોઈ મોટી સંખ્યામાં ભક્તો દેવ દર્શન કરવા પહોંચ્યા હતા અને માતાજીના મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. 2023 ની છેલ્લી પૂનમે પણ ભક્તો ધજા લઈને માના મંદિરમાં દર્શન કર્યા હતા.
મંદિરના ચાચરચોકમાં ધજાઓ જોવા મળી 
યાત્રાધામ અંબાજી મંદિરમાં માતાજીના ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા ધજા લઈને આવતા હોય છે, અને ધજા માતાજીના શિખર ઉપર અર્પણ કરતા હોય છે. ત્યારે અંબાજી મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો પુનમે દર્શન કરવા આવતા હોય છે.
આ પણ વાંચો -- WEATHER UPDATE : રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો, ઠંડા પવનોની સાથે ધુમ્મસવાળું વાતાવરણ દેખાયું
Tags :
AmbajiBhaktiGujaratMandirPoonamshraddhaYAATRA DHAM
Next Article