AMBAJI : બેસતા વર્ષના દિવસે માતાજી સોનાના થાળમાં જમ્યા, મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા
અહેવાલ - શક્તિસિંહ રાજપૂત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી...
Advertisement
અહેવાલ - શક્તિસિંહ રાજપૂત,અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે.
હાલમાં દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યુ છે અને મંદિર પરિસરને રંગબેરંગી ફુલોથી શણગારવામાં આવ્યુ છે. આજે બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિરમાં સવારે મંગળા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ બપોરે 12 વાગે માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. અંબાજી મંદિરમાં અન્નકૂટ આરતી ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.અંબાજી મંદિરમાં નવા વર્ષના દિવસે માતાજીની ગાદી તરફથી અન્નકુટ ધરાવવામાં આવ્યો.
અંબાજી મંદિરની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે અને બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિર માઈ ભક્તોથી ઉભરાતુ જોવા મળ્યુ હતુ. માતાજીને બેસતા વર્ષના દિવસે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ જાતની મીઠાઈઓ ધરાવવામાં આવી હતી,જેમાં 100 ઉપરાંતની વાનગીઓ હોય છે. અંબાજી મંદિરમાં સોનાના થાળમાં માતાજીને રાજભોગ ધરાવવામાં આવે છે .સોનાના થાળનું વજન અંદાજે 10 કિલો જેટલું હોય છે.
બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિરમાં 3 આરતી થાય છે.સવારે મંગળા આરતી, બપોરે અન્નકુટ આરતી અને સાંજે સાય આરતી થાય છે. અંબાજી મંદિરમાં આજે સવારથીજ માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા.અંબાજી દર્શન કરીને માઇ ભક્તો ગબ્બર ખાતે દર્શન કરવા જતા હોય છે.
અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ તન્મયઠાકરે જણાવ્યું હતું કે બેસતા વર્ષના દિવસે સવારે 6:00 વાગે મંગળા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ બપોરે અન્નકૂટ આરતી પણ કરાઈ હતી અન્નકૂટ મહોત્સવ અંબાજી મંદિરમાં યોજાયો હતો જેમાં માતાજીને અલગ અલગ પ્રકારની મીઠાઈ ધરાવવામાં આવી હતી. બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિરમાં ત્રણ આરતી થાય છે.


