Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AMBAJI : અટલ ભક્તિ! બ્રાહ્મણોની સતત 9 દિવસ સુધી 24 કલાક યજ્ઞ દ્વારા માં ની આરાધના

ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ( AMBAJI ) ખાતે ચૈત્રી નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે ગુજરાત અને ગુજરાત બહારના ભક્તો પણ અંબાજી ખાતે આવીને માતાજીની આરાધના કરી...
ambaji   અટલ ભક્તિ  બ્રાહ્મણોની સતત 9 દિવસ સુધી 24 કલાક યજ્ઞ દ્વારા માં ની આરાધના
Advertisement

ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ( AMBAJI ) ખાતે ચૈત્રી નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે ગુજરાત અને ગુજરાત બહારના ભક્તો પણ અંબાજી ખાતે આવીને માતાજીની આરાધના કરી રહ્યા છે. વાત કરવામાં આવે તો મધ્ય પ્રદેશ રાજ્યના ઓમકારેશ્વર તીર્થ પાસેના સદાવત ગામનાં 9 બ્રાહ્મણોએ સંકલ્પ લીધો હતો કે વિશ્વના અલગ અલગ દેશોમાં આવેલા શક્તિપીઠ ખાતે જઈને માતાજીની આરાધના કરવી. આ નવ ભક્તો 25 માં શક્તિપીઠ અંબાજી ( AMBAJI ) ખાતે ચૈત્રી પર્વમાં પ્રથમ દિવસથી આવ્યા છે અને સતત નવ દિવસ સુધી અંબાજીની ચામુંડા વાળી ધર્મશાળામાં ચામુંડા માતાજીના મંદિરમાં 24 કલાક રાત દિવસ અખંડ હવન કરી રહ્યા છે.

મધ્યપ્રદેશના બ્રાહ્મણો દ્વારા સતત 9 દીવસ સુધી યજ્ઞ અંબાજી ખાતે ચાલી રહ્યો

મધ્યપ્રદેશના બ્રાહ્મણો દ્વારા સતત 9 દીવસ સુધી યજ્ઞ અંબાજી ખાતે ચાલી રહ્યો છે.સદાવત ગામનાં બ્રાહ્મણો અંબાજી ખાતે રાત દિવસ યજ્ઞ કરી રહ્યા છે.એકમ થી નવમ સુઘી અલગ અલગ ભકતો સહિત બ્રાહ્મણો જોડાય છે હવનમા.જન કલ્યાણ માટે અને જે તકલીફો આવી રહી છે તેનાં રક્ષણ માટે યજ્ઞ નુ આયોજન.આ ભકતો વિશ્વભરના અલગ અલગ 52 શકિતપીઠ પર શ્રી યંત્ર લઇને અનુષ્ઠાન કરવા જઇ રહ્યા છે.અંબાજી ખાતે 25 મા શક્તિપીઠ પર પહોચ્યા અને ચામુંડા માતાજીના મૂર્તિ આગળ યજ્ઞ કરીને સુંદર કાર્ય કરી રહ્યા છે.

Advertisement

Advertisement

નવરાત્રી મા ભકતો સાથે બ્રાહ્મણો પણ કરી રહ્યાં છે ભકિત.અંબાજી ચામુંડા વાળી ધર્મશાળામાં આવેલા ચામુંડા માતાના મંદિરે ચાલે છે યજ્ઞ.સતીષભાઈ શર્મા, મુખ્ય પૂજારીએ જણાવ્યું હતું કે નવ દિવસ અંબાજીમાં હવન પૂર્ણ કરીને અમે આગળના શક્તિપીઠ ખાતે જઈશું અને આરાધના કરીશું.

અંબાજીમાં સતત રાતદિવસ  ચાલતો પ્રથમ યજ્ઞ

શક્તિપીઠ અંબાજી ( AMBAJI ) ખાતે ઘણા બધા યજ્ઞ યોજાય છે.પરંતુ મધ્યપ્રદેશના બ્રાહ્મણો દ્વારા આ પ્રથમ યજ્ઞ હોવાનું બ્રાહ્મણોએ જણાવ્યું હતું. જે યજ્ઞ નવરાત્રીના પ્રથમ દિવસથી નવ દિવસ સુધી રાત દિવસ ચામુંડા વાળી ધર્મશાળામાં ચાલી રહ્યો છે.

અહેવાલ : શક્તિસિંહ રાજપુત

આ પણ વાંચો : Sabarkantha : લોકસભા ચૂંટણી પહેલા AAP ના જાણીતા નેતાએ આપ્યું રાજીનામું, હવે નોંધાવશે અપક્ષ ઉમેદવારી!

Tags :
Advertisement

.

×