ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

AMC દ્વારા જાહેર જનતા માટે સુરક્ષાને લઈને જાહેરાત, ભારે વરસાદને પગલે શહેરવાસીઓને સાવચેત રહેવા સૂચન

અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના કાચા મકાનમાં રહેતા હોય તો તાત્કાલિક સુરક્ષિત જગ્યા જવા અપીલ AMC: અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી AMC (આમનેશન મ્યુનિસિપલ કોર્પોરેશન)એ સમગ્ર...
08:28 AM Aug 27, 2024 IST | VIMAL PRAJAPATI
અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના કાચા મકાનમાં રહેતા હોય તો તાત્કાલિક સુરક્ષિત જગ્યા જવા અપીલ AMC: અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી AMC (આમનેશન મ્યુનિસિપલ કોર્પોરેશન)એ સમગ્ર...
AMC
  1. અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ
  2. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના
  3. કાચા મકાનમાં રહેતા હોય તો તાત્કાલિક સુરક્ષિત જગ્યા જવા અપીલ

AMC: અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી AMC (આમનેશન મ્યુનિસિપલ કોર્પોરેશન)એ સમગ્ર જનતાને સલાહ આપતાં જણાવ્યું છે કે, તેઓ આ અસ્થિર હવામાનને ધ્યાનમાં રાખીને યોગ્ય સાવચેત રહેવું જોઈએ. આ સાથે જરૂર સિવાય ઘરની બહાર જવાનું ટાળવાની સૂચના આપવામાં આવી છે.ખાસ કરીને કરીને, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવું જરૂરી છે. આ વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વધુ છે, તેથી તેમને સલાહ આપવામાં આવી છે કે તેઓ આ વિસ્તારોને ટાળી નાખે અને સુરક્ષિત સ્થળે જવા પ્રયાસ કરે.

આ પણ વાંચો: GPSC દ્વારા DYSO ની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત, ઉમેદવારોને નડ્યો વરસાદ

મુસાફરી દરમિયાન વાહનની ગતિમાં રાખવી

નોંધનીય છે કે, અત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુસાફરી દરમિયાન, વાહનની ગતિ ધીમી રાખવી અત્યંત મહત્વપૂર્ણ છે. વરસાદી મોસમમાં રસ્તા સ્લીપી અને પોર્ટેબલ હોય છે, જેના કારણે અકસ્માતની સંભાવના વધે છે. જેથી, જરૂર પડે ત્યારે પાણીથી ભરાયેલા રસ્તાઓને ટાળવું અને સરળ અને સલામત માર્ગ પસંદ કરવો અત્યંત મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: Gujarat માં હજું 48 કલાક ખતરો, ગુજરાત પર તોળાઇ રહી છે....

કાચા મકાનમાં રહેતા લોકોને પણ સાવચેત રહેવા સૂચન

શહેરમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. જેથી કાચા મકાનમાં રહેતા લોકો માટે AMC દ્વારા તાત્કાલિક સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી છે. આ પ્રકારના મકાનોમાં રેઇનફોલથી નુકસાન થવાની સંભાવના વધારે છે, તેથી તાત્કાલિક પગલાં લેવું જરૂરી છે. એટલું જ નહીં પરંતુ AMC એ વિનંતી કરી છે કે જનતા આ સલાહોને ધ્યાને લઈ, પોતાની અને પોતાના પરિવારની સુરક્ષાને પ્રાથમિકતા આપવી ખુબ જ જરૂરી છે.

આ પણ વાંચો: Vadodara માં પૂર.! સમગ્ર શહેર બન્યું જળબંબાકાર..

Tags :
AMCAmc AlertAMC NewsGujaratGujarati NewsHeavy rainsVimal Prajapati
Next Article