ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ વર્ષે Flower Show નું બટેજ વધી જશે, આશરે 17થી 18 કરોડના ખર્ચે ફ્લાવર શો થશે

Flower Show 2025: દર વર્ષે જાન્યુઆરી મહિનામાં સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે.
11:57 PM Dec 03, 2024 IST | VIMAL PRAJAPATI
Flower Show 2025: દર વર્ષે જાન્યુઆરી મહિનામાં સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે.
flower show 2025
  1. દર વર્ષે કરવામાં આવે છે ફ્લાવર શોનું આયોજન
  2. ચાલુ વર્ષે પણ જાન્યુઆરી મહિનામાં ફ્લાવર શો યોજાશે
  3. આ વર્ષે ફ્લાવર શોમાં પાંચ કરોડ જેટલો ખર્ચ વધી જવાની સંભાવના

Flower Show 2025: અમદાવાદ શહેરમાં દર વર્ષે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં કરોડો રૂપિયાનો ખર્ચો પણ થતો હોય છે. આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. પરંતુ આ વર્ષે ખર્ચો વધી જાય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: Chhotaudepur: અનાજ સંગ્રહ સ્ટોરેજ એટલે ‘મોહટી’, જાણો આદિવાસીઓની આ ઉત્તમ કળા વિશે

ચાલુ વર્ષે પણ જાન્યુઆરી મહિનામાં ફ્લાવર શો કરવામાં આવશે

દર વર્ષે જાન્યુઆરી મહિનામાં સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ જાન્યુઆરી મહિનામાં ફ્લાવર શો કરવામાં આવશે, દર વર્ષે 10થી 12 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ, ચાલુ વર્ષે પાંચ કરોડ જેટલો ખર્ચ વધી 17થી 18 કરોડના ખર્ચે ફ્લાવર શો થશે. જો કે, ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જેના થકી સારી એવી આવક પણ નોંધાતી હોય છે.

આ પણ વાંચો: Kutch: સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના Prix Versailles 2024 માં વૈશ્વિક સ્તરે માન્યતા

આઈકોનિક અને સાદા સ્કલ્પચર પાછળ થશે 8 કરોડનો ખર્ચ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ફ્લાવર શો 2025માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ આઈકોનિક અને સાદા સ્કલ્પચર મૂકવામાં આવશે. જેની પાછળ જ માત્ર 8 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે. આઇકોનિક સ્કાલ્પચરની વાત કરીએ તો કમળ, ગરબા કરતી મહિલાઓ, ડોરેમૉન, એક પેડ માં કે નામ જેવા અલગ અલગ સ્કલ્પચર મૂકવામાં આવશે.

આ પણ વાંચો: રમશે ગુજરાત જીતશે ગુજરાત; Khel Mahakumbh 3.0 ની તારીખો થઈ ગઈ જાહેર, વાંચો આ અહેવાલ

Tags :
Ahmedabad Flower showAmdavad flower showAmdavad Municipal CorporationAmdavad Municipal Corporation NewsFLOWER SHOWflower show 2025flower show 2025 Costflower show CostGujarati News
Next Article