Amit Khunt Case: MLA ગીતાબા જાડેજાએ અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- ગોંડલમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા
- ધારાસભ્ય ગીતાબા જાડેજાએ અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- અમિત ખૂંટના પુત્રએ માતાના આંસુ લૂછયા
ગોંડલ રિબડા ખાતે ગામના પાટીદાર યુવાન અમિત ખૂંટના આપઘાત પ્રકરણમાં આજરોજ ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત મહિલાઓ રિબડા અમિત ખૂંટના નિવાસ સ્થાન પોહચ્યા હતા. અને ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત મહિલાઓએ અમિતભાઈ અમર રહો ના નારા લગાવી નિવાસ સ્થાને પોહચ્યા હતા.
મહિલાઓએ અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ધારાસભ્ય ગીતાબા જાડેજાએ અમિત ખૂંટના પરિવારજનો ને અશ્રુ ભીની આંખે સાંત્વના આપી હતી તે દરમ્યાન સૌ મહિલાઓની આંખો ભીની થઈ હતી. મહિલાઓએ અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ગીતાબાએ અમિત ખૂંટના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી
અમિત ખૂંટના પરિવારજનો ને સાંત્વના આપતા સમયે અમિતનો નાનો પુત્ર મંત્રએ ધારાસભ્ય ગીતાબા જાડેજા ના ખોળામાં બેસીને તેની માતા બ્રિન્દાબેનના આંસુ લૂછતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ દ્રશ્ય જોઈ ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. વધુમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા જણાવ્યું હતું કે પરિવારજનો પર આવી પડેલ આફત અને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું.
આ પણ વાંચોઃ Unseasonal rain : હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી, ગુજરાતમાં યલો એલર્ટ
પોલીસે આરોપીઓની ધરપકડ કરી
ગોંડલ તાલુકાનાં રીબડામાં અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. બે દિવસ પહેલા રીબડા ગામે રહેતા અમિતભાઇ ખૂંટે ગામની સીમમાં પોતાની વાડી પાસે ગળેફાસો ખાઇ આપઘાત કર્યો હતો. આ ઘટનામાં અમિતભાઈએ પહેરેલા કપડાંમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં રીબડા ગામનાં અનિરુદ્ધસિંહ જાડેજા તથા તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર, એક સગીરા સહિત 4 સામે આત્મહત્યા કરવા મજબૂર કર્યા સહિતનાં ગંભીર આક્ષેપ કર્યા હતા. આ મામલે અમિતભાઇનાં ભાઈ મનીષભાઇ ખૂંટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને હવે બે યુવતી અને બે વકીલની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચોઃ Unseasonal rain : સરકારે માવઠાની પાકને નુકસાનીનો મંગાવ્યો અંદાજ, SDRF ના નિયમો મુજબ કરાશે નિર્ણય
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી( ગોંડલ)