Amit Shah : માનવીય સંવેદનાઓ ઉજાગર કરતો ઉમદા અભિગમ
Amit Shah : અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં " રમશે બાળક ખીલશે બાળક" અભિયાન હેઠળ સમગ્ર લોકસભા ક્ષેત્રમાં આંગણવાડીના બાળકોને રમકડાં વિતરણ
--------
- ભૌતિક વિકાસની સાથે, ઈકો સિસ્ટમની જાળવણી અને માનવીય સંવેદનાઓને પણ ઉજાગર કરવાનો શાહનો ઉમદા અભિગમ
----------- - ઘરમાં બીનવપરાશી પરંતુ રમવાં લાયક રમકડા હોય તો તે આંગણવાડીના જરૂરિયાતમંદ બાળકોને ઉપયોગી બને તે હેતુ આ ઉમદા કાર્યમાં સહભાગી થવા સર્વે નાગરિકોને અપીલ કરતા અમિતભાઈ શાહ
----------- - ૪ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ કલોલ વિધાનસભામાં સમાવિષ્ટ આંગણવાડીઓમાં અભિયાન
------------
Amit Shah : ગાંધીનગર સંસદીય ક્ષેત્રના સાંસદ તરીકે ચૂંટાયા બાદ અમિત શાહે તેમનું સંસદીય ક્ષેત્ર સમગ્ર દેશમાં વિકસિત સંસદીય ક્ષેત્ર બંને તે દિશામાં નક્કર પગલાઓ લીધા છે. ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં પર્યાવરણ અને ઈકો સિસ્ટમની જાળવણીના પ્રયાસોને ઉતેજન મળે અને સાથે સાથે માળખાકીય સુવિધાઓ, ભૌતિક વિકાસ પણ આગળ વધે તેવા સંપોષિત વિકાસના અભિગમ સાથે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમા અનેક અભિયાન કાર્યાન્વિત થયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના " એક પેડ માં કે નામ " આહવાન, પ્રાકૃતિક ખેતીને ઉતેજન, " કેચ ધ રેઇન"Catch the rain" , સગર્ભા માતાઓને પૌષ્ટિક લાડુ વિતરણ, આંગણવાડીના બાળકો માટે મનોરંજન પ્રવાસ સહિત અનેક માનવીય અભિગમ અને સુખાકારીની પહેલ આજે સમગ્ર ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આંદોલિત થયા છે.
શાહના આવા જ એક ઉમદા અભિગમ "રમશે બાળક ખીલશે બાળક" અભિયાન હેઠળ સમગ્ર ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં ભાજપા કાર્યકર્તાઓ દ્વારા પ્રત્યેક શનિ _ રવિવારે વણજોઇતા પરંતુ વપરાશ લાયક હોય તેવા રમકડાંઓ એકત્ર કરીને આ એકત્રિત કરાયેલ રમકડાંઓ આંગણવાડીના ગરીબ બાળકોમાં વિતરિત કરવામાં આવે છે. આ અભિયાન લોકસભા ક્ષેત્રની સાતે સાત વિધાનસભાઓમાં ચાલી રહ્યું છે.
Amit Shah : "રમશે બાળક ખીલશે બાળક અભિયાન" અનુપમ પહેલ
અમિત શાહના માર્ગદર્શનમાં આ અનુપમ પહેલના પરિણામે એક બાજુ બાળકને આપવાની આદત પડશે અને ગરીબ બાળકના જીવનમાંથી અસંતોષ દૂર થશે અને તેમના ચહેરા પર આપણે હાસ્ય રેલાવી શકીશું. ભૌતિક વિકાસની સાથે સાથે આપણે માનવીય સંવેદનાઓને પણ ઉજાગર કરવી જરૂરી છે. આ રમકડાંને કારણે નાના ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત રેલાશે અને અનેરો સંતોષ મળવાની સાથે લઘુતાગ્રંથીમાંથી મુક્ત થયાની લાગણી જન્માવશે. આ તકે ઘરમાં બીનવપરાશી પરંતુ રમવાં લાયક રમકડા હોય તો તે આંગણવાડીના જરૂરિયાતમંદ બાળકોને ઉપયોગી બને તે હેતુ ઘેર ઘેર એકત્રીકરણ માટે આવતા ભાજપા કાર્યકર્તાઓને આપી આ ઉમદા કાર્યમાં સહભાગી થવા સર્વે નાગરિકોને શાહે અપીલ પણ કરી હતી..
ગરીબ બાળકોમાં અભાવથી કટુતા અને લઘુતાગ્રંથિ ન ઉદ્ભવે તેવા આ રમકડાં વિતરણમાં ઉમદા કાર્યમાં આંગણવાડીના બાળક દીઠ એક રમકડું તેમજ તેના ઘરે રમવા માટે એક રમકડું આપવામાં આવશે. આ અભિયાનના લોકસભા ક્ષેત્રના સંયોજક નીરજભાઈ ગજ્જરના વડપણ હેઠળ નીચે જણાવ્યા પ્રમાણે વિધાનસભા વાઇઝ સુચારું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તબક્કે ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના ભાજપા હોદેદારો, તેમજ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.પલોડિયા અને રાંચરડા ગામની આંગણવાડીઓ ખાતે અમિત શાહના પરિવારના સભ્યો પણ આ ઉમદા કાર્યમાં સહભાગી થશે.
- ૪ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ કલોલ વિધાનસભામાં સમાવિષ્ટ પલોડિયા, રાંચરડા, નાંદોલી, વાયણાં, ઉનાલી, વાંસજડા, મુલસણા, નાસમેદ, રણછોડપુરા, સનાવડ, ખાત્રજ, જેઠલજ, સાતેજ, રકનપુર, વડસર, દંતાલી અને ભોયણ મોટી ગામની આંગણવાડીઓમાં આ રમકડાઓનું વિતરણનો પ્રારંભ કરવામાં આવશે.
- અભિયાન સમગ્ર ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં સાતત્યપૂર્ણ રીતે ચાલુ રહેશે..........
આ પણ વાંચો :Gandhinagar : રાજ્ય સરકારના મંત્રીઓને બંગલાની ફાળવણી, 26 નંબરનો બંગલો લકી હોવાની માન્યતા! જાણો પૂરી વિગત