ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે, જાણો કાર્યક્રમ

વિવિધ જાહેર કાર્યક્રમો વચ્ચે રાજકીય બેઠક પણ યોજાઈ શકે છે. 5 અને 6 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમો યોજાશે.
09:04 AM Jul 03, 2025 IST | Vipul Sen
વિવિધ જાહેર કાર્યક્રમો વચ્ચે રાજકીય બેઠક પણ યોજાઈ શકે છે. 5 અને 6 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમો યોજાશે.
Amit Shah_Gujarat_first
  1. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાત આવશે (Amit Shah Gujarat Visit)
  2. પ્રદેશ પ્રમુખની નિયુક્તિનાં સમય દરમિયાન પ્રવાસ મહત્ત્વનો
  3. વિવિધ જાહેર કાર્યક્રમો વચ્ચે રાજકીય બેઠક પણ યોજાઈ શકે છે
  4. 5 અને 6 જૂલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં કાર્યક્રમો

Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાતની મુલાકાત લેશે. રાજ્યમાં ભાજપના (BJP) પ્રદેશ પ્રમુખની નિયુક્તિનાં સમય દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ પ્રવાસ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. દરમિયાન, વિવિધ જાહેર કાર્યક્રમો વચ્ચે રાજકીય બેઠક પણ યોજાઈ શકે છે. 5 અને 6 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમો યોજાશે.

આ પણ વાંચો - Gujarat Rain: હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી, જાણો ક્યા છે મેઘ એલર્ટ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 5 અને 6 જુલાઈ, બે દિવસનો ગુજરાત પ્રવાસ

પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર બે દિવસીય ગુજરાતનાં પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 5 અને 6 જુલાઈ એમ બે દિવસનો ગુજરાત પ્રવાસ (Amit Shah Gujarat Visit) રહેશે. માહિતી મુજબ, આ પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિવિધ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે. 5 જુલાઈએ આણંદનાં (Anand) સહકાર વિભાગનાં કાર્યકમમાં તેઓ હાજર રહેશે.ઉપરાંત, અમદાવાદનાં (Ahmedabad) સાયન્સ સિટી ખાતે સહકાર સંવાદ કાર્યકમમાં ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો - Gondal : વિવાદાસ્પદ યુટ્યુબર બન્ની ગજેરા PASA હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો

પ્રદેશ પ્રમુખની નિયુક્તિનાં સમય દરમિયાન પ્રવાસ મહત્ત્વનો

આ સિવાય 6 જુલાઈએ આણંદમાં NDDB અને અમૂલની (Amul) નવી પરિયોજનાને ખુલી મુકાશે. નોંધનીય છે કે, હાલ ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈ ચર્ચા અને તર્ક-વિતર્કનો માહોલ ગરમાયો છે. ત્યારે આ દરમિયાન, ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિનાં સમયગાળા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ ગુજરાત પ્રવાસ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. બે દિવસનાં ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ મહત્ત્વની રાજકીય બેઠકો પણ કરી શકે છે.

આ પણ વાંચો - Gandhinagar : રાજ્યમાં તૂટેલા રસ્તા-ખાડાઓની કેબિનેટમાં લેવાઈ નોંધ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યા આદેશ

Tags :
AhmedabadAmit ShahAmit Shah Gujarat VisitAmulAnandBJPBJP Gujarat State PresidentGujarat BJPGUJARAT FIRST NEWSTop Gujarati News
Next Article