Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ (Union Home Minister Amit Shah) બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ (Inauguration) અને ખાતમુહૂર્ત (Foundation Stone) કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ મુખ્યત્વે શિક્ષણ, ગ્રામીણ સુવિધા અને સામાજિક માળખાના નિર્માણ પર ભાર મૂકશે.
amit shah gujarat visit   કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે  જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Advertisement

Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ (Union Home Minister Amit Shah) બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ (Inauguration) અને ખાતમુહૂર્ત (Foundation Stone) કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ મુખ્યત્વે શિક્ષણ, ગ્રામીણ સુવિધા અને સામાજિક માળખાના નિર્માણ પર ભાર મૂકશે.

Amit Shah Gujarat Visit :  મુખ્ય કાર્યક્રમોની વિગત

તળાવ અને બ્યુટીફીકેશન: વડસરમાં નવનિર્મિત જેડવા ગામ તળાવનું લોકાર્પણ અને ગાંધીનગરના ખાત્રજમાં તળાવ બ્યુટીફીકેશનનું (Lake Beautification) ખાતમુહૂર્ત કરશે. આ તળાવ સ્થાનિકો માટે ખૂબ મહત્વનું છે.

Advertisement

શૈક્ષણિક અને સામાજિક સુવિધા: વડસરમાં કવિ નર્મદ વાંચનાલય, જલુંદમાં કવિ દલપતરામ વાચનાલય અને સરઢવમાં ગોવર્ધનરામ ત્રિપાઠી વાંચનાલયનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત મોટીભોયણ પે સેન્ટર પ્રાથમિક શાળાનું (Primary School) લોકાર્પણ પણ તેમના હસ્તે થશે.

Advertisement

વહીવટી અને આંતરમાળખાકીય કામો: અર્બુદા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ખાત્રજ ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ અને સોનીપુર ગામ તળાવના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે.

ઓલમ્પિક અને કોમનવેલ્થની કરશે સમીક્ષા બેઠક

સામાજિક મુલાકાત અને બેઠક: અમિતભાઈ શાહ ભાજપના કાર્યકર્તા ગાંડાજી ઠાકોરના નિવાસસ્થાને ભોજન લેશે અને ત્યારબાદ પ્રદેશ કાર્યાલય 'કમલમ' (BJP Headquarter Kamalam) ખાતે સિનિયર નેતાઓ સાથે મહત્વની બેઠક કરશે.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

અન્ય મહત્વના સ્થળો: સોલામાં માં ઉમિયા ધામ કેમ્પસની (Maa Umiya Dham Campus) નવી હોસ્ટેલનું લોકાર્પણ અને નવા વાડજ સર્કલ પર ભારત માતા સ્કલ્પચરની (Bharat Mata Sculpture) મુલાકાત લેશે.

સમીક્ષા બેઠક: શાહીબાગ સર્કિટ હાઉસ એનેક્ષી ખાતે ઓલમ્પિક અને કોમનવેલ્થની સમીક્ષા બેઠક સાથે વિશ્વ પોલીસ-ફાયર ગેમ્સની (World Police Fire Games) તૈયારીઓની સમીક્ષા કરશે.

આ પણ વાંચો : Savarkundla: RTI એક્ટિવિસ્ટ પર જીવલેણ હુમલો, રાજકીય માહોલ ગરમાયો

Tags :
Advertisement

.

×