ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreli : Reels બનાવવાનાં ચક્કરમાં 15 વર્ષીય સગીરે કર્યો એવો અખતરો જાણી જીવ અધ્ધર થઈ જશે!

રીલ બનાવવાનાં ચક્કરમાં ઘણી વખત લોકો પોતાનાં જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે.
09:36 AM Jan 14, 2025 IST | Vipul Sen
રીલ બનાવવાનાં ચક્કરમાં ઘણી વખત લોકો પોતાનાં જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે.
Amreli_Gujarat-First
  1. Amreli માં સોશિયલ મીડિયાની લતમાં યુવકે ભારે અખતરો કર્યો
  2. બગસરાનાં ખેત મજૂરનાં પુત્રે રીલ બનાવવા અખતરો કર્યો
  3. 15 વર્ષીય પુત્રે રીલ બનાવવા માટે ઝેરી દવા ગટગટાવી
  4. ખેતીપાકમાં વપરાતી દવા પી જતા પુત્રને સિવિલ ખસેડાયો

લોકોમાં સોશિયલ મીડિયા પર રીલ બનાવી ફેમસ થવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે અને રીલ બનાવવાનાં ચક્કરમાં ઘણી વખત લોકો પોતાનાં જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે. આવી વધુ એક ઘટના અમરેલીથી (Amreli) સામે આવી છે, જ્યાં એક 15 વર્ષીય સગીરે રીલ બનાવી વાઇરલ થવાનાં ચક્કરમાં એવો અખતરો કર્યો કે જાણી તમે પણ ચોંકી જશો.

આ પણ વાંચો - કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આજે અમદાવાદની મુલાકાતે, જાણો તેમના દિવસભરના કાર્યક્રમ વિશે

સગીરે વાડીમાં જઈને ખેતીપાકમાં વપરાતી દવા ગટગટાવી

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી જિલ્લાનાં (Amreli) બગસરાનાં નવા વાઘણીયા ગામે 15 વર્ષીય સગીર પરિવાર સાથે રહે છે. ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવનાર પરિવારનાં આ દીકરાને સોશિયલ મીડિયાનું ઘેલું લાગ્યું હતું અને તે અવારનવાર રીલ બનાવીને સોશિયલ મીડિયા એપ પર પોસ્ટ કરતો હતો. દરમિયાન, સોશિયલ મીડિયા પર (Social Media) વાઇરલ થવાનાં ચક્કરમાં યુવકે જીવને જોખમમાં મૂકીને રીલ બનાવી હતી. માહિતી મુજબ, 15 વર્ષીય સગીરે વાડીમાં જઈને ખેતીપાકમાં વપરાતી દવા ગટગટાવી હતી.

આ પણ વાંચો - Uttarayan 2025 : પતંગ ચગાવવા ધાબે જાઓ છો ? તો પહેલા જાણો લો આજે કેવો રહેશે પવન ?

સગીરનાં મોબાઈલમાંથી રીલ પણ મળી આવી

સગીરને ગંભીર હાલતમાં અમરેલી સિવિલ હોસ્પિટલ (Amreli Civil Hospital) ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. જો કે, આ મામલે જાણ થતાં અમરેલી પોલીસની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી. પરંતુ, સગીર નિવેદન આપવાની હાલતમાં ન હોવાથી હાલ પોલીસે અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી હોવાની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સોશિયલ મીડિયા માટે બનાવેલી રીલ સગીરનાં મોબાઈલમાંથી મળી આવી છે.

આ પણ વાંચો - Ahmedabad: શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ, AMTS બસમાં કરી તોડફોડ

Tags :
AmreliAmreli civil hospitalAmreli PoliceBagasaraBreaking News In GujaratiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiSocial MediaViral
Next Article