Amreli : નરાધમ શિક્ષકે 2 બાળકીને બનાવી હવસનો શિકાર! નેતાઓની પ્રતિક્રિયા, જાણો કોણે શું કહ્યું ?
- Amreli માં શિક્ષકે 2 બાળકીને બનાવી હવસનો શિકાર!
- ધો-4 માં ભણતી બે દીકરીઓ સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ
- આ મામલે એક પછી એક નેતાઓની પ્રતિક્રિયા આવી સામે
- શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોર, મહેશ કસવાલા એ આપી પ્રતિક્રિયા
- વીરજી ઠુમ્મર, કિરીટ પટેલ સહિતનાં નેતાઓએ પણ ઠાલવ્યો રોષ
અમરેલીનાં (Amreli) કુંકાવાવ રોડ પર ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ફરજ બજાવતા નરાધમ શિક્ષક દ્વારા છેલ્લા ઘણા સમયથી ધોરણ-4 માં અભ્યાસ કરતી 9 વર્ષની બે દીકરીઓ સાથે કૂચેષ્ટા કરતો હોવાનાં આરોપ હેઠળ નરાધમ શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે એક બાદ એક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોર, વીરજી ઠુમ્મર, મહેશ કસવાલા, કિરીટ પટેલ સહિતનાં નેતાઓએ પ્રતિક્રિયા આપી છે.
આવા નરાધમ માફી લાયક નથી : શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોર
અમરેલીમાં (Amreli) કુંકાવાવ રોડ પરની ભારતનગર પ્રાથમિક શાળાનાં (Bharatnagar Primary School) શિક્ષક મહેન્દ્ર કાવઠિયા સામે બે બાળકીને પોતાની હવસનો શિકાર બનાવવાનો ગંભીર આક્ષેપ થતાં નરાધમ શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે હવે એક પછી એક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરે (Dr. Kuber Dindor) કહ્યું કે, આ શિક્ષણ વિભાગ માટે શરમજનક કૃત્ય છે. પરિવાર સાથે અમારી સંવેદના છે. સમગ્ર ઘટના અંગે કડક કાર્યવાહી કરાશે. આવા નરાધમ માફી લાયક નથી. શિક્ષણમંત્રીએ આગળ કહ્યું કે, પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરાશે. દીકરીને ન્યાય મળે તે દિશામાં સરકાર કામ કરે છે.
આ પણ વાંચો - Amreli : 2 વિદ્યાર્થિનીને ટેબલ નીચે બેસાડીને કૂચેષ્ટા કરતો નરાધમ શિક્ષક રંગેહાથ ઝડપાયો!
વીરજી ઠુમ્મરે સાંસદ-દંડકનાં રાજીનામાની કરી માગ
પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે (Virji Thummar) રોષ ઠાલવી કહ્યું કે, હવે આમનાં વરઘોડા ક્યારે નીકળશે ? કાયદો કાયદાનું કામ કરશે તેવી ફાંકા ફોજદારી કરાય છે. ફાંકા ફોઝદારી કરનારા કસવાલા હવે ક્યારે કરશે ? આ સાથે વીરજી ઠુમ્મરે સાંસદ-દંડકનાં રાજીનામાની માગ કરી હતી. જ્યારે ધારાસભ્ય મહેશ કસવાલાએ (MLA Mahesh Kaswala) પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આરોપીની મોડી રાત્રે અટકાયત કરી લેવામાં આવી છે. રાજ્ય સરકાર આ મુદ્દે ખૂબ ગંભીર છે. આવી ઘટના ફરી ન બને તે માટે સરકાર કામ કરે છે. આવા આરોપી પર કાયદાનો સંકજો કસાય તે દિશામાં સરકાર કામ કરે છે.
આ પણ વાંચો - Rajkot: ઉપલેટામાં અસામાજિક તત્વોનો આતંક, આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું
આવા નરાધમોનાં વરઘોડા કાઢો અમે સમર્થન કરીશું : ડો. કિરીટ પટેલ
કોંગ્રેસ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે (Dr. Kirit Patel) કહ્યું કે, અમરેલીમાં (Amreli) બાળાઓ સાથે બનેલી ઘટના દુઃખદ છે. રાજ્ય સરકાર નિર્દોષનાં વરઘોડા કાઢે છે, આવા નરાધમોનાં વરઘોડા કાઢો અમે સમર્થન કરીશું. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જણાવી દઈએ કે, આ મામલે પીડિતાઓનાં પિતાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. પીડિતાઓનાં પિતાએ આરોપ લગાવી કહ્યું કે, 'મને જાણ થતા મે શિક્ષક પર નજર રાખી હતી. મેં જોયું કે શિક્ષક મારી દીકરીને અંદર બોલાવે છે. દરમિયાન, મારા પત્ની ઓફિસનું બારણું તોડીને અંદર ઘૂસી હતી. શિક્ષકને દુર્વ્યવહાર કરતો રંગેહાથ ઝડપી પાડ્યો હતો. શિક્ષકને ફાંસીની સજા થાય તેવી અમારી માગ છે.'
આ પણ વાંચો - Ahmedabad: ખાનગી શાળાઓમાં RTE અંતર્ગત પ્રવેશ આજથી શરૂ, ખોટા ફોર્મ ભરશો તો થશે કાર્યવાહી