Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાટીદાર દીકરીને ન્યાય અપાવવા આજે કોંગ્રેસનું Amreli Bandh નું એલાન, તંત્રને અલ્ટીમેટમ!

ગઈકાલે પરેશ ધાનાણીની તબિયત લથડી હતી. ડોક્ટરની ટીમે પરેશ ધાનાણીને સમજાવ્યા હતા...
પાટીદાર દીકરીને ન્યાય અપાવવા આજે કોંગ્રેસનું amreli bandh નું એલાન  તંત્રને અલ્ટીમેટમ
Advertisement
  1. Amreli માં 'નારી સ્વાભિમાન આંદોલન' નો આજે ત્રીજો દિવસ (Amreli Bandh)
  2. પાટીદાર દીકરીનાં ન્યાય માટે પરેશ ધાનાણી સહિતનાં નેતાઓ ઉપવાસ પર
  3. કોંગ્રેસે આજે અમરેલી બંધનું એલાન કર્યું, તંત્રને આપ્યું એલ્ટિમેટમ

અમરેલી (Amreli) લેટરકાંડમાં પીડિત પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી (Paresh Dhanani), વીરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત (Pratap Dudhat) સહિતનાં નેતાઓ અને 30 થી વધુ કાર્યકર્તાઓ રાજકમલ ચોક ખાતે ઉપવાસ પર બેઠાં છે. 'નારી સ્વાભિમાન આંદોલન' નો આજે ત્રીજો દિવસ છે ત્યારે આજે કોંગ્રેસ (Congress) દ્વારા અમરેલી બંધનું (Amreli Bandh) એલાન પણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Amreli: નારી સ્વાભિમાન ન્યાય આંદોલનને લઈ પરેશ ધાનાણીની તબિયત લથડી

Advertisement

સવારનાં 10 થી બપોરનાં 12 વાગ્યા સુધી બંધનું એલાન

અમરેલીનાં રાજકમલ ચોક ખાતે થઈ રહેલા 'નારી સ્વાભિમાન આંદોલન' નો (Nari Swabhiman Andolan) આજે ત્રીજો દિવસ છે. પાટીદાર દીકરી પાયલને (Payal Goti Case) ન્યાય અપવવા માટે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માગ સાથે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી, વીરજી ઠુમ્મર (Virji Thummar), પ્રતાપ દુધાત સહિતનાં નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપવાસ પર બેઠા છે. માહિત અનુસાર, કોંગ્રેસ દ્વારા આજે અમરેલી બંધનું (Amreli Bandh) એલાન કરવામાં આવ્યું છે. સવારનાં 10 થી બપોરનાં 12 વાગ્યા સુધી બંધનું એલાન કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Amreli: દીકરીને ન્યાય અપાવવા નીકળેલા કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાત, યજ્ઞેશ દવે વિશે આ શું બોલ્યા?

કોંગ્રેસે તંત્રને આપ્યું અલ્ટીમેટમ! પરેશ ધાનાણીની તબિયત લથડી

પ્રાપ્ત માહિતી અનુસાર, આ સાથે આજે 10 વાગ્યા સુધીનું તંત્રને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો, 10 વાગ્યા સુધીમાં તંત્ર માંગણીઓ પૂરી નહીં કરે અને કોઈ કાર્યવાહી નહીં કરે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવી સરકાર પર દબાણ વધારવા માટે નવી રણનીતિ ઘડવામાં આવશે. જણાવી દઈએ કે, ગઈકાલે પરેશ ધાનાણીની તબિયત લથડી હતી. ડોક્ટરની ટીમે પરેશ ધાનાણીને સમજાવ્યા હતા તેમ જ સુગર લેવલ 60 પર જતાં ટીમે લિક્વિડ પીવા આગ્રહ કર્યો હતો. ડોકટરની ટીમે કહ્યું હતું કે, જો સુગર લેવલ ઘટશે તો હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડશે.

આ પણ વાંચો - Rajkot : વિજયભગત અને ગીતાબહેન ગરબામાં એકબીજાને ઇશારો કરતા હતા : નરેન્દ્ર સોલંકી

Tags :
Advertisement

.

×