Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : MLA કૌશિક વેકરિયાને બદનામ કરવા BJP નાં જ નેતાનું હતું કાવતરું! 4 ની અટકાયત

કૌશિક વેકરિયા વિરુદ્ધ ગઈકાલે સોશિયલ મીડિયામાં એક પત્ર વાઇરલ થયો હતો, જેમાં ગંભીર આક્ષેપ કરાયા હતા.
amreli   mla કૌશિક વેકરિયાને બદનામ કરવા bjp નાં જ નેતાનું હતું કાવતરું  4 ની અટકાયત
Advertisement
  1. Amreli નાં ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરુદ્ધના પત્રનો મામલો
  2. કૌશિક વેકરીયાને બદનામ કરવા ભાજપના જ નેતાનું હતું કાવતરું
  3. જસવંતગઢનાં સરપંચ અશોક માંગરોળીયા સહિત 4 ની અટકાયત

અમરેલીનાં (Amreli) ધારાસભ્ય અને વિધાનસભાનાં નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ પત્ર મામલે મોટા સમાચાર આવ્યા છે. કૌશિક વેકરિયાની (MLA Kaushik Vekariya) પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનાં ઇરાદે થયેલા કૃત્યનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ભાજપનાં (BJP) નેતાએ જ કૌશિક વેકરિયાને બદનામ કરવા કાવતરું ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ મામલે સરપંચ સહિત કુલ 4 લોકોની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો - Anand : MLA ગોવિંદ પરમાર અને APMC ચેરમેન પ્રકાશ પટેલ વચ્ચેનો વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો!

Advertisement

કૌશિક વેકરીયા સામે ગંભીર આક્ષેપ સાથેનો પત્ર થયો હતો વાઇરલ

અમરેલીનાં (Amreli) ધારાસભ્ય અને વિધાનસભાનાં નાયબ દંડક કૌશિક વેકરિયા (MLA Kaushik Vekariya) વિરુદ્ધ ગઈકાલે સોશિયલ મીડિયામાં એક પત્ર વાઇરલ થયો હતો, જેમાં ગંભીર આક્ષેપ કરાયા હતા. અમરેલી તાલુકા પંચાયતનાં પ્રમુખનો નકલી લેટર પેડ બનાવી તેનો ઉપયોગ કરી આ પત્ર વાઇરલ કરવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ થતાં અમરેલી LCB, SOG અને સાઇબર પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે હવે કૌશિક વેકરિયા વિરુદ્ધનાં આ પત્રનાં ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Surat : પાંડેસરામાં યુવકની હત્યાનો કેસ ઉકેલાયો, 2 ની ધરપકડ, કારણ જાણી ચોંકી જશો!

કૌશિક વેકરીયાને બદનામ કરવા ભાજપનાં જ નેતાનું હતું કાવતરું!

માહિતી અનુસાર, આ કેસમાં પોલીસે જસવંતગઢનાં સરપંચ અશોક માંગરોળીયા સહિત 4 લોકોની અટકાયત કરી છે. સાથે એવો પણ ઘટસ્ફોટ થયો છે કે કૌશિક વેકરીયાને બદનામ કરવા ભાજપનાં જ નેતાનું આ કાવતરું હતું. અમરેલી યુવા ભાજપનાં (BJP) પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા (Manish Vaghasia) આરોપી હોવાનું જાણવા મળ્યું છે. અમરેલી SP સંજય ખરાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને આરોપીઓને મીડિયા સમક્ષ લાવ્યા હતા. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Junagadh : 'Eco-Sensitive Zone' મુદ્દે વિરોધ યથાવત! ખેડૂતોનું મહાસંમેલન, નેતાઓની પણ હાજરી

Tags :
Advertisement

.

×