ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreli: રાજુલાના કડીયાળી ગામના 4 વ્યક્તિઓની આત્મવિલોપનની ચીમકી, જાણો શું છે મામલો

જમીન સંબધિત કેસમાં અરજદારોએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. નોંધનીય છે કે, અત્યારે ચીમકીને ધ્યાને લેતા અમરેલી કલેક્ટર કચેરીઓ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
06:41 PM Dec 02, 2024 IST | VIMAL PRAJAPATI
જમીન સંબધિત કેસમાં અરજદારોએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. નોંધનીય છે કે, અત્યારે ચીમકીને ધ્યાને લેતા અમરેલી કલેક્ટર કચેરીઓ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
Amreli News
  1. જમીન સંબધિત કેસમાં અરજદારોની આત્મવિલોપનની ચીમકી
  2. અમરેલી કલેક્ટર કચેરીએ ચીમકીથી પોલીસ કાફલો તૈનાત
  3. પોલીસ, ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ સહિતનું તંત્ર સજાગ

Amreli: રાજુલામાં આવેલા કડીયાળી ગામના 4 વ્યક્તિઓએ આત્મવિલોપનની ચીમકી આપી હોવાનું સામે આવ્યું છે. વિગતો એવી સામે આવી છે કે, જમીન સંબધિત કેસમાં અરજદારોએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. નોંધનીય છે કે, અત્યારે ચીમકીને ધ્યાને લેતા અમરેલી કલેક્ટર કચેરીઓ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અત્યારે અમરેલી કલેક્ટર કચેરીએ આ મામલે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad પોલીસ કમિશનરે 14 PIની બદલીના આપ્યા આદેશ, વાંચો આ અહેવાલ

પોલીસ, ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ સહિતનું તંત્ર સજાગ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, અત્યારે અમરેલી કલેક્ટર કચેરીએ પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ સહિત તંત્રને સજાગ કરી દેવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, આ માલલે કલેક્ટરે સમગ્ર બાબતે 10 દિવસમાં નિરાકરણની ખાત્રી આપી છે. અમરેલી કલેકટર દ્વારા ચીમકી ઉચરનારા અરજદારોના વકીલ અને સમાજિક અગ્રણીઓને 10 દિવસમાં નિરાકરણની ખાત્રી આપી છે. જો કે, નિરાકરણ આવે છે કે, કેમ તે જોવું રહ્યું!

આ પણ વાંચો: પડોશીએ હેવાનીયતની હદ વટાવી, હવસ સંતોષવા સગીર યુવતીને બનાવી દુષ્કર્મનો શિકાર

અમરેલી કલેક્ટર દ્વારા 10 દિવસમાં નિરાકરણ લાવી આપવાની ખાત્રી

નોંઘનીય છે કે, અમરેલી કલેક્ટર દ્વારા 10 દિવસમાં નિરાકરણ લાવી આપવાની ખાત્રી આપવામાં આવતા આત્મવિલોપન નહીં કરવામાં આવે તેવું સામે આવ્યું છે,જેથી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જો કે, આ મામલે તંત્ર દ્વારા આ સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે તે ઇચ્છનિય છે. કારણે જમીન સંબધિત કેસમાં એક-બે નહીં પરંતુ ચાર લોકોએ આત્મવિલોપનની ચીમકી આપી હતી. જોકે, કલેક્ટરે સમગ્ર બાબતે 10 દિવસમાં નિરાકરણની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતનાં રાજકારણમાં 'પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નો ઉદય, Shankersinh Vaghela એ કહી આ વાત

Tags :
AmreliAmreli CollectorAmreli Collector OfficeAmreli Collector Office NewsAmreli NewsCollector Office AmreliGujarati NewsrajulaRajula News
Next Article