Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Amreli: ઓ.પી. ઝાટકીયા સ્કૂલની બસને નડ્યો અકસ્માત, બાળકોને નાની મોટી પહોંચી ઈજાઓ

અમરેલીના ધારીમાં સ્કૂલ બસ રોડ નીચે ઉતરી જતાં સર્જાયેલી ચીસિયારીઓએ પંથકને ધ્રુજાવી દીધું છે. 20 જેટલા માસૂમ વિદ્યાર્થીઓ લોહીલુહાણ થતાં હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટના એટલી ગંભીર હતી કે રાજકીય નેતાઓએ પણ પોતાના પ્રચારના રથ થંભાવી દીધા અને બાળકોની વ્હારે દોડ્યા.
amreli  ઓ પી  ઝાટકીયા સ્કૂલની બસને નડ્યો અકસ્માત  બાળકોને નાની મોટી પહોંચી ઈજાઓ
Advertisement
  • Amreli: ધારીમાં સ્કૂલ બસ પલટી, 20 વિદ્યાર્થીઓ લોહીલુહાણ!
  • ગોપાલગ્રામ પાસે ઓ.પી. ઝાટકીયા હાઈસ્કૂલની બસ રોડ નીચે ઉતરી
  • અકસ્માતમાં ઘવાયેલા 20 માસૂમ બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
  • ઘટનાને પગલે રાજકીય નેતાઓ ચૂંટણી પ્રચાર પડતો મૂકી વ્હારે દોડ્યા
  • હોસ્પિટલમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ અને જનપ્રતિનિધિઓનો જમાવડો
  • ડ્રાઈવરની બેદરકારી કે ખામી? પોલીસ દ્વારા અકસ્માત અંગે સઘન તપાસ શરૂ

ગુજરાતના અમરેલી (Amreli) જિલ્લાના ધારી તાલુકામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ધારીના ગોપાલગ્રામ નજીક એક સ્કૂલ બસને ભયાનક અકસ્માત (School Bus Accident) નડ્યો છે, જેમાં સવાર અનેક નિર્દોષ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હતા. આ દુર્ઘટના ઓ.પી. ઝાટકીયા હાઈસ્કૂલની (OP Jhatakiya High School) બસ સાથે બની હતી, જ્યારે બસ અચાનક રોડ નીચે ઉતરી ગઈ હતી.

Amreli: અકસ્માતમાં 20 જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ

પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માત સમયે બસમાં અંદાજે 20 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. બસ રસ્તા પરથી ઉતરીને પલટી મારી જતાં વિદ્યાર્થીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બસમાંથી બાળકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ અકસ્માતમાં 20 જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ (Hospitalized) ખસેડવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

નેતાઓ પ્રચાર છોડી હોસ્પિટલ પહોંચ્યા હતા

ચૂંટણીનો માહોલ હોવા છતાં, આ સમાચાર મળતાની સાથે જ માનવતાના દર્શન થયા હતા. અમરેલીના રાજકીય નેતાઓ (Political Leaders) પોતાના પ્રચારના કાર્યક્રમો રદ કરીને હોસ્પિટલ દોડી ગયા હતા. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના જનપ્રતિનિધિઓ અને નેતાઓ હોસ્પિટલ પહોંચી વિદ્યાર્થીઓના ખબર-અંતર પૂછ્યા હતા અને તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી. હાલ પોલીસ દ્વારા અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ડ્રાઈવરની બેદરકારી કે યાંત્રિક ખામી, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

આ પણ વાંચો: Ahmedabad: મનપા ચૂંટણી માટે AAPનું 'વિકાસ પત્ર', દિલ્હી મોડલ પર પરિવર્તન લાવવાની ગેરંટી

Tags :
Advertisement

.

×