Amreli : ટ્રક ચાલકે બાઈક સવારને કચડ્યા, ઘટનાસ્થળે જ નીપજ્યા મોત
- અમરેલી (Amreli) ના જાફરાબાદ (Jafrabad) માં અકસ્માતમાં 2નાં મોત
- ભાવનગર સોમનાથ (Bhavnagar-Somnath) હાઈવે પર સર્જાયો અકસ્માત
- બાલાનીવાવ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત
- અકસ્માતમાં બાઈક સવાર 2 વ્યક્તિઓના થયા મોત
- હાઈવે પર અધૂરા કામ અને ડાયવર્ઝનથી વધ્યા અકસ્માત
Amreli: અમરેલી (Amreli) જિલ્લાના જાફરાબાદ (Jafrabad) તાલુકામાં આજે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત ( Accident) ની ઘટના સામે આવી છે. ભાવનગર-સોમનાથ (Bhavnagar-Somnath) નેશનલ હાઈવે (National Highway) પર સર્જાયેલા આ અકસ્માતમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેના કારણે સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
અમરેલી (Amreli) ના જાફરાબાદ (Jafrabad) માં અકસ્માતમાં 2નાં મોત
મળતી માહિતી મુજબ, આ અકસ્માત જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ (Balanivav) ગામ નજીક સર્જાયો હતો. હાઈવે પર પૂરઝડપે આવી રહેલી એક ટ્રક (Truck) અને મોટરસાયકલ (Bike) વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર બંને વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
અધૂરા કામ અને ડાયવર્ઝન બન્યા કાળમુખા
સ્થાનિકોમાં આ અકસ્માતને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાલાનીવાવ અને કાગવદર (Kagvadar) પાસે નેશનલ હાઈવેનું કામ લાંબા સમયથી અધૂરું (Incomplete Work) પડ્યું છે. આ માર્ગ પર ઠેર-ઠેર ડાયવર્ઝન (Diversion) આપવામાં આવ્યા છે, પરંતુ ત્યાં પૂરતી લાઇટિંગ કે સાઈન બોર્ડની વ્યવસ્થા ન હોવાને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય છે.
હાઈવે ઓથોરિટીની બેદરકારી
વારંવાર રજૂઆતો કરવા છતાં હાઈવેનું કામ પૂર્ણ કરવામાં આવતું નથી, જેના પરિણામે આ વિસ્તાર હવે 'એક્સિડન્ટ ઝોન' બની ગયો છે. હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે વધુ બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Gujarat News : આજે 02 માર્ચ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?


