Amreli : મહિલા પોલીસકર્મીએ ફિનાઈલ પીધું, ભાઈના પોલીસ તંત્ર પર જ ગંભીર આરોપ
- યુવકને માર મારવાના કેસમાં મહિલા પોલીસકર્મીએ ફિનાઈલ પીધું (Amreli)
- બાબરાની મહિલા પોલીસકર્મીને પોલીસ તંત્ર ટોર્ચર કરતું હોવાનો આરોપ
- 4 દિવસથી ગેરકાયદે ગોંધી રાખી પ્રેશર કરાતું હોવાનો આરોપ
અમરેલી જિલ્લાનાં (Amreli) બાબરા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ ફિનાઇલ પી આપઘાત કરવાની કોશિશ કરી છે. દલિત યુવકને માર મારવાનાં કેસમાં મહિલા પોલીસકર્મીને 4 દિવસથી ગેરકાયદેસર ગોંધી રાખી પોલીસ તંત્ર ટોર્ચર કરતું હોવાનો ગંભીર આરોપ મહિલા પોલીસકર્મીનાં ભાઈએ કર્યો છે. મહિલા પોલીસકર્મીએ આપઘાતનાં પ્રયાસ પહેલા એક ચિઠ્ઠી પણ લખી હોવાનું જાણવા મળ્યું છે. હાલ, તેઓ અમરેલી સિવિલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો - Ahmedabad : ભર શિયાળે પૂર્વ વિસ્તારોમાં મેઘરાજા પધાર્યા, જાણો વરસાદની આગાહી અંગે
પોલીસ તંત્રે છેલ્લા 4 દિવસથી મહિલા પોલીસકર્મીને ગોંધી રાખી હોવાનો આરોપ
પ્રાપ્ત અહેવાલ અનુસાર, અમરેલીનાં બાબરા પોલીસ સ્ટેશનમાં (Babra Police Station) રાજેશ્રીબેન વાળા મહિલા પોલીસકર્મી તરીકે ફરજ બજાવે છે. રાજેશ્રીબેન વાળાએ ફિનાઇલ પી લેતા ગંભીર હાલતમાં અમરેલી સિવિલ હોસ્પિટલ (Amreli Civil Hospital) ખસેડવામાં આવ્યા છે. હાલ, તેઓ સારવાર હેઠળ છે. અહેવાલ મુજબ, મહિલા પોલીસકર્મીનાં ભાઈએ સ્થાનિક પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. આરોપ અનુસાર, બાબરાનાં નીલવડા ગામે દલિત યુવકને માર મારવાના સંબંધમાં મહિલા પોલીસકર્મીને પોલીસ તંત્ર ટોર્ચર કરતું હતું. આરોપ છે કે, દલિત યુવકને માર મારનાર મહિલા પોલીસકર્મીનો ભાઈ હોવાથી પોલીસ તંત્રે છેલ્લા 4 દિવસથી મહિલા પોલીસકર્મીને ગોંધી રાખીને દબાણ કરતા હતા.
આ પણ વાંચો - Gujarat Police Job : પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, તારીખ જાહેર
ફિનાઇલ પીધા પહેલા મહિલા પોલીસકર્મીએ લખી ચિઠ્ઠી
મહિલા પોલીસકર્મીનાં ભાઈએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. ફિનાઇલ પીધા પહેલા મહિલા પોલીસકર્મીએ લખી એક ચિઠ્ઠી પણ લખી હતી. SP સહિતનાં અધિકારીઓ દ્વારા ટોર્ચર કરાઈ હોવાનો આરોપ છે. હાલ, રાજેશ્રીબેન વાળા સારવાર હેઠળ છે અને તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Amreli : વડીયાનાં ખાખરીયા નજીક ST બસને નડ્યો અકસ્માત, ડ્રાઇવર સહિત 15 મુસાફર ઘવાયા


