Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli: લેટરકાંડ મામલે અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે ભાજપના નેતાઓને લખ્યો પત્ર

Amreli: અમરેલી લેટરકાંડ મામલે હવે રાજકારણ વધારે ગરમાયું છે. લેટરકાંડમાં પાયલ ગોટીને લઈને રાજકારણ ગરમાયું હોવાનું સામે આવ્યું છે.
amreli  લેટરકાંડ મામલે અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે ભાજપના નેતાઓને લખ્યો પત્ર
Advertisement
  1. ભાજપના નેતાઓને લેટર લખી વીરજી ઠુમ્મરે માગ્યો મત
  2. પાટલ ગોટીને રાત્રે લઈ જવાને લઈને માગ્યો નેતાઓનો મત
  3. યુવતીની ધરપકડ કરીને બીજા દિવસે બતાવવામાં આવે છે:ઠુમ્મર

Amreli: અમરેલી લેટરકાંડ મામલે હવે રાજકારણ વધારે ગરમાયું છે. લેટરકાંડમાં પાયલ ગોટીને લઈને રાજકારણ ગરમાયું હોવાનું સામે આવ્યું છે. અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે ભાજપના નેતાઓને પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભાજપના નેતાઓને લેટર લખી વીરજી ઠુમ્મરે મત મંગ્યો છે. પાયલ ગોટીને રાત્રે લઈ જવાને લઈને નેતાઓનો મત માંગ્યો છે.

આ પણ વાંચો: બે યુવકોને આપવામાં આવી તાલિબાની સજા, યુવતીને ભગાડવા આવ્યા હોવાનો આરોપ

Advertisement

સમગ્ર મામલે ભાજપના નેતાઓ પોતાનો મત જણાવે:ઠુમ્મર

અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર પત્ર માટે લખ્યું કે, યુવતીની ધરપકડ કરીને બીજા દિવસે બતાવવામાં આવે છે. વધુમાં કહ્યું કે, પોલીસ સીવીલ કોડ છોડીને કાર્યવાહી કરે છે, સમગ્ર મામલે ભાજપના નેતાઓ પોતાનો મત જણાવે’ આ સાથે સાથે વીરજી ઠુમ્મરે લખ્યું કે, ‘પાયલ ગોટીને લઈને નેતાઓને પ્રેસ કરવા લખ્યો પત્ર, ભરત સુતરિયા, MLA હીરા સોલંકી, મહેશ કસવાલા, દિલીપ સંઘાણી અને પરસોત્તમ રૂપાલાને પત્ર લખ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad ઈન્દોર હાઈવે પર મોડી રાત્રે અકસ્માત, ચાર વ્યક્તિઓને કાળ ભરખી ગયો

મહેશ કસવાલા,દિલીપ સંઘાણી, પરસોત્તમ રૂપાલાને લખ્યો પત્ર

નોંધનીય છે કે, અમરેલી લેટરકાંઠને લઈને અત્યારે પાયલ ગોટી ખુબ જ ચર્ચમાં છે. જેમાં અનેક રાજકીય રમતો પણ રમાઈ રહીં હોવાનું સામે આવ્યુ છે. એટવું જ નહીં પરંતુ અત્યાર સુધીમાં કોંગ્રેસના અનેક નેતાઓના નિવેદનો પણ સામે આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે હવે ભાજપના નેતાઓને પત્ર લખ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, આ પત્રનો ભાજપના નેતાઓ શું જવાબ આપે છે!

આ પણ વાંચો: Surat: સોશિયલ મીડિયાનો પ્રેમ છેક ગર્ભપાત સુધી પહોંચ્યો! વાંચો સુરતની ચોંકાવનારી ઘટના

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×