Amreli: કપાસનું વાવેતરમાં આવ્યો ગુંદરિયો અને ગળાનો રોગ, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
- કપાસના વાવેતરમાં ગુંદરિયો અને ગળાનો રોગ જોવા મળ્યો
- કૃષિ વિજ્ઞાન કેન્દ્રે આ મામલે ખેડૂતોને શું સલાહ આપી?
- અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને ભાવનગરમાં કપાસનો વાવેતર વધ્યું
Amreli: અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પરંપરાગત ખેતી કરે છે અને પરંપરાગત ખેતી માંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં સૌથી વધારે કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. કપાસના વાવેતરમાં હાલ ગુંદરિયો અને ગળાનો રોગ જોવા મળી રહ્યો છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. રમેશભાઈ રાઠોડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વિષયની સાથે જણાવ્યું કે, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને ભાવનગર જિલ્લામાં કપાસનો વાવેતર કરવામાં આવે છે.
કપાસમાં હાલ બીટીની અનેક જાતો વિકસિત
કપાસના વાવેતર બાદ ડિસેમ્બર મહિનાના અંત સમયમાં અથવા જાન્યુઆરીના સમય દરમિયાન કપાસમાં ગળો ગોંદરીયા નામનો રોગ આવતો હોય છે. જેથી પર્ણ ઉપર ચીકણો પદાર્થ જામે છે અને આખરે પાક ઉત્પાદનમાં ખૂબ ઘટાડો થાય છે અને રોગ નિયંત્રણ કરવાથી પાક ઉત્પાદન વધે છે. કપાસમાં હાલ બીટીની અનેક જાતો વિકસિત છે, જેમાં ઓછા પ્રમાણમાં રોગ આવતા હોય છે. આ વિકસિત જાતો રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. મોટાભાગના ખેડૂતો આવે છે, પરંતુ હાલના સમયે વાતાવરણ અને લઈને કપાસમાં ગુંદરિયો અને ગળો રોગ આવ્યા છે અને જેનો રોગ નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો: બ્લાસ્ટ માસ્ટર માઈન્ડ આરોપીનો એક નહીં પરંતુ ત્રણને પતાવવાનો પ્લાન હતો, વાંચો આ અહેવાલ
કઈ વિકસિત જાતો રોગપ્રતિકારક શક્તિ ધરાવે?
કપાસમાં ગોળો ગુંદરિયો રોગ આવે ત્યારે જૈવિક દવાનો પણ ઉપયોગ કરી શકાય છે. જૈવિક દ્રવ્યમાં નિયમ ઓઇલ 1500 પીપીએમ એક પંપમાં 60 ml ના માપ પ્રમાણે દવાનો છટકાવ કરવાથી રોગ નિયંત્રણ થાય છે, આ સાથે જ બી વેરીયા નામની દવા પણ આવે છે, જે એક પંપે 60 ગ્રામનો ઉપયોગ કરી અને છટકાવ કરવાથી રોગ નિયંત્રણ આવે છે.
આ પણ વાંચો: રાજ્ય કરવેરા નિરીક્ષકની પરીક્ષા માટે 1,85,000 જેટલા ઉમેદવારો અજમાવી રહ્યાં પોતાનું નસીબ
આ રોગ માટે ખેડૂતોએ કેવો ઉપાય કરવો જોઈએ?
કપાસમાં કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરી અને રોગ નિયંત્રણ કરી શકાય છે, જેમાં ઇમિડાક્લોપરીડ 10 એમએલ એક પંપમાં નાખી અને છટકા કરવાથી રોગ નિયંત્રણ કરી શકાય છે. સાથે જ જરૂરી પ્રમાણમાં દવાનો ઉપયોગ કરવાથી રોગ નિયંત્રણ થાય છે, અને જો રોગ વધુ પ્રમાણમાં દેખાતો હોય તો નજીકના એગ્રો સેન્ટરે કપાસના બે ચાર પર્ણ લઈ અને એગ્રો સેન્ટર પર વિષય નિષ્ણાતને બતાવી ત્યારબાદ ભલામણ કરવામાં આવેલી દવાનો છટકાવ કરવો જરૂરી છે અથવા તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પહોંચી અને કૃષિ વિજ્ઞાનિક ની સલાહ લઈ અને દવા છડકા કરવાથી રોગ નિયંત્રણ થાય છે. ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં વાતાવરણમાં થોડો પલટો આવતો હોય છે, જેના કારણે કપાસમાં ઈયળ તેમજ ફૂગજન્ય રોગો જોવા મળતા હોય છે. જેથી ખેડૂતોએ રોગ આવે તરત જ નિયંત્રણ કરો ખૂબ જ જરૂરી છે જેથી ઉત્પાદનમાં ઘટાડો થાય નહીં અને છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થશે જેથી ઉત્પાદન વધશે
અહેવાલઃ ફારૂક કાદરી, અમરેલી
આ પણ વાંચો: Gir Somnath: હત્યાની કોશિશ કરનારા આરોપીઓને વેરાવળ સિટી પોલીસે ઝડપી પાડ્યા


