ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Isudan Gadhvi : બિસ્માર રોડ-રસ્તા અંગે ઇસુદાન ગઢવીના સરકાર પર આકરા પ્રહાર!

તેમણે આરોપ લગાવ્યો કે, કોન્ટ્રાક્ટરો ટેન્ડર નથી ભરતા કારણ કે ભાજપના નેતાઓ 40 ટકા કમિશન માંગે છે.
03:57 PM Sep 16, 2025 IST | Vipul Sen
તેમણે આરોપ લગાવ્યો કે, કોન્ટ્રાક્ટરો ટેન્ડર નથી ભરતા કારણ કે ભાજપના નેતાઓ 40 ટકા કમિશન માંગે છે.
Isudan_Gujarat_first
  1. Amreli પંથકના રસ્તાઓ મામલે Isudan Gadhvi ના ભાજપ પર પ્રહાર
  2. વડીયાથી ગોંડલ જતાં માર્ગની હાલત અતિ દયનીય
  3. રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ તે સમજાતું નથી : ઈસુદાન ગઢવી
  4. માર્ગ બનાવવા કોન્ટ્રાક્ટરો ટેન્ડર નથી ભરતા : ઈસુદાન ગઢવી

Amreli : આમ આદમી પાર્ટી (AAP) નેતા અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ (Isudan Gadhvi) ફરી એકવાર રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અમરેલી પંથકના બિસ્માર રોડ-રસ્તાઓ મામલે ઈસુદાન ગઢવીએ સરકારને આડેહાથ લીધી છે. ઈસુદાન ગઢવીએ આરોપો સાથે કહ્યું કે, રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ તે સમજાતું નથી. માર્ગ બનાવવા કોન્ટ્રાક્ટરો ટેન્ડર નથી ભરતા કારણ કે ભાજપના (BJP) નેતાઓ 40 ટકા કમિશન માંગે છે.

આ પણ વાંચો - Ahmedabad PCB ની રેડમાં સરપંચ પુત્ર, મહિલા સહિત 17 જુગારીયાઓ ડેકૉરેશનના ગૉડાઉનમાં જુગાર રમતા ઝડપાયા

Amreli પંથકના રસ્તાઓ મામલે ઈસુદાન ગઢવીના પ્રહાર

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ (Isudan Gadhvi) અમરેલી પંથકના રોડ-રસ્તાઓ મામલે ફરી એકવાર રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, વડીયાથી ગોંડલ જતા માર્ગની હાલત અતિ દયનીય છે. રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે તે સમજાતું નથી. ઈસુદાન ગઢવીએ આરોપ લગાવી કહ્યું કે, છેલ્લા 15 વર્ષથી માર્ગ બનાવવા કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી કારણ કે, ભાજપનાં નેતાઓ 40 ટકા કમિશન માંગે છે.

આ પણ વાંચો - PM Modi Bhavnagar Visit: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન ભાવનગરની મુલાકાતે, વિકાસલક્ષી કાર્યોના કરશે લોકાર્પણ, ખાતમુહૂર્ત

હેલ્મેટ પહેરીને બિસ્માર રોડ રસ્તાઓનો વિરોધ કરાશે : ઈસુદાન ગઢવી

ઈસુદાન ગઢવીએ આગળ કહ્યું કે, અમરેલીનાં પૂર્વ સાંસદ ભ્રષ્ટાચાર થતો હોવાનો સ્વીકાર કરે છે એટલે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે તે સાબિત થાય છે. આગામી દિવસોમાં હેલ્મેટ પહેરીને બિસ્માર રોડ રસ્તાઓનો વિરોધ કરવામાં આવશે. જણાવી દઈએ કે, વડીયા ખાતે ઈસુદાન ગઢવીની જનસભા યોજાઈ હતી, જેમાં તેમણે ભાજપ સરકાર અને નેતાઓ પર ગંભીર આરોપો સાથે આકરા પ્રહાર કર્યા હતા. સાથે કહ્યું હતું કે, ગરીબોને કરાયેલી હેરાનગતિને વ્યાજ સાથે વસૂલીશ. બહુચર્ચિત કેસ પાયલ ગોટી (Payal Goti) મામલે પણ ઈસુદાન ગઢવી નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, અંગ્રેજો પણ બહેન દીકરીઓને રાત્રે નહોતા ઉપાડતા. તમે અમારી બહેન-દીકરીઓને રાત્રે 12 વાગે ઉપાડો છો. કોઈપણ જ્ઞાતિ કે ધર્મની દીકરી હોય, તે આપણી દીકરી છે.

આ પણ વાંચો - Surat: માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો, દોઢ વર્ષના બાળકનું મોત

Tags :
AAPAmreliBJP GovernmentGUJARAT FIRST NEWSGujarat Politicsisudan gadhviPayal Goti CaseTop Gujarati NewsWadia to Gondal Road Issue
Next Article