Amreli Letterkand : જેલ મુક્તિ બાદ ત્રણેય આરોપી DG ઓફિસ પહોંચ્યા, કરી આ માગ
- Amreli Letterkand ના આરોપીઓ DG ઓફિસ પહોંચ્યા
- આરોપી મનીષ વઘાસિયા DG ઓફિસ પહોંચ્યા
- અશોક માંગરોળિયા, જિતુ ખાત્રા પણ પહોંચ્યા DG ઓફિસ
- સરઘસનાં કેટલાક વધુ પુરાવા નિર્લિપ્ત રાયને સોંપવા પહોંચ્યા
અમરેલી લેટરકાંડનાં (Amreli Letterkand) આરોપીઓ DG ઓફિસે પહોંચ્યા છે. જેલ મુક્તિ બાદ આરોપી મનીષ વઘાસીયા, અશોક માંગરોળિયા અને જિતુ ખાત્રા આજે DG ઓફિસે પહોંચ્યા છે. પોલીસ કાર્યવાહી હેઠળ સરઘસનાં કેટલાક વધુ પુરાવા નિર્લિપ્ત રાયને (Nirlipt Rai) સોંપવા માટે પહોંચ્યા છે. સરઘસ વખતે કેટલાક પોલીસકર્મીઓ અને કેટલાક રાજકીય નેતાઓ હતા તેના અંગેનાં પુરાવા આપ્યા પહોંચ્યા છે. આ સાથે તેમણે ગંભીર આરોપ પણ લગાવ્યા છે.
આ પણ વાંચો - રાજ્યનાં નવા મુખ્ય સચિવ તરીકે Pankaj Joshi એ સંભાળ્યો ચાર્જ, કહ્યું- ગુજરાત દરેક ક્ષેત્રમાં..!
સરઘસનાં કેટલાક વધુ પુરાવા નિર્લિપ્ત રાયને સોંપવા પહોંચ્યા
અમરેલી લેટરકાંડમાં (Amreli Letterkand) જેલ મુક્તિ બાદ બહાર આવેલા ત્રણેય આરોપી મનીષ વઘાસીયા, અશોક માંગરોળિયા અને જિતુ ખાત્રા આજે DG ઓફિસે પહોંચ્યા છે. માહિતી અનુસાર, પોલીસ કાર્યવાહી હેઠળ સરઘસનાં કેટલાક વધુ પુરાવા નિર્લિપ્ત રાયને સોંપવા માટે આરોપીઓ DG ઓફિસે પહોંચ્યા છે. સરઘસ વખતે કેટલાક પોલીકર્મીઓ હતા અને કેટલાક રાજકીય નેતાઓ હતા તેનાં પુરાવા આપ્યા હોવાની માહિતી છે.
આ પણ વાંચો - Ahmedabad : દૂધ સાગર ડેરી બોનસ કેસમાં આરોપી વિપુલ ચૌધરી સહિત 3 સામે ચાર્જફ્રેમ
પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આરોપ
દરમિયાન મનીષ વઘાસીયાએ કહ્યું કે, જેલમાં પુછપરછ વખતે અમને ઠીક યાદ નહોતું. જ્યારે અમે આજે અહીં વધુ કેટલાક દસ્તાવેજો આપ્યા છે. આ સાથે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, અમને પોલીસ (Amreli Police) દ્વારા મારમારીને મોટા નેતાઓના નામ લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે એવી અમારી માગ છે.
આ પણ વાંચો - Mahakumbh Yatra Advisory: મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારે જાહેર કરી એડવાઇઝરી