Amreli Letterkand : MLA સામે કોન્ટ્રાક્ટર, બુટલેગર, પોલીસ, અધિકારીઓ પાસે હપ્તા વસૂલીનો આરોપ
આ વાઇરલ પત્રમાં કોન્ટ્રાક્ટર અને દેશી દારૂ વેચતા લોકો પાસે MLA ઉઘરાણી કરતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે.
Advertisement
- અમરેલી લેટરકાંડ બાદ વધુ એક લેટરકાંડ સામે આવ્યો (Amreli Letterkand)
- ધોરાજીનાં ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપ સાથે લેટર સોશિયલ મીડિયા પર વાઇરલ
- ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ભ્રષ્ટાચાર કરતા હોવાનો વાઇરલ પત્રમાં ઉલ્લેખ
- કોન્ટ્રાકટર અને દેશી દારૂ વેચતા લોકો પાસે ઉઘરાણી કરતા હોવાનો પણ આક્ષેપ
- ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે ધારાસભ્ય પાડલીયાનું મીડિયાને નિવેદન
અમરેલીમાં લેટરકાંડ (Amreli Letterkand) બાદ વધુ એક લેટરકાંડ સામે આવ્યો છે. ધોરાજીનાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા (Dhoraji MLA Mahendra Padaliya) સામે ભ્રષ્ટાચાર સહિતનાં ગંભીર આક્ષેપો સાથેનો એક લેટર સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વાઇરલ પત્રમાં કોન્ટ્રાક્ટર અને દેશી દારૂ વેચતા લોકો પાસે MLA ઉઘરાણી કરતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે. સાથે જ પોલીસ, મામલતદાર અને અધિકારીઓ પાસે પણ હપ્તા વસૂલતા હોવાનો આરોપ થયો છે. આરોપો સાથેનો આ લેટર વાઇરલ થયા બાદ ધારાસભ્ય પાડલીયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે તમામ આરોપોને ફગાવ્યા છે અને કોઈએ ઇર્ષામાં પત્ર લખી વાઇરલ કર્યો હોવાની વાત કહી છે.

